રંગઉપવન સોસાયટીમાં સરકારી જમીન પર મકાન ખડકાઇ ગયા
રાજકોટ : રૈયારોડપરની રંગઉપવન સોસાયટી પાસે મનપાની માલિકીનો અનામત પ્લોટ આવેલો છે. પ્લોટ પર આંગણવાડી બનાવવાની યોજના સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થઇ છે. કામ મંજૂર થયા બાદ બાંધકામ શાખાનો સ્ટાફ પ્લોટ પર જતા ત્યાં મકાન ખડકાઇ ગયા હતા જેથી તંત્રે દબાણકર્તાને બાંધકામ દૂર કરવા સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.