• Gujarati News
  • National
  • બોલો, શૌચાલય બાંધવા માટે પોલીસ ગોઠવવી પડી

બોલો, શૌચાલય બાંધવા માટે પોલીસ ગોઠવવી પડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

કોકડુંગુંચવાયું છે. એક તરફ લોકો જીદે ચડ્યા છે. બીજી તરફ મનપા પણ નમતું જોખવા તૈયાર નથી. લોકો કહે છે કે, અમને તો ખુલ્લા આકાશ હેઠળ, હળવે-હળવે વિંઝાતી હવામાં અને પથરાળ જમીન ફાવે. સામાપક્ષે મનપા કહે છે કે, એમ જ્યાં-ત્યાં બેઠક જમાવી દો તે ચાલે. તમારો નહીં તો બીજા લોકોનો વિચાર કરો. અને બે કટ્ટર વિરોધી વિચારધારાના જંગમાં જવાબદારી આવી પડી છે પોલીસ માથે!

મુળ વાત એમ છે કે, મનપાએ રાજકોટને જાહેર શૌચક્રિયા મુક્ત શહેર બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. માટે સૌ પ્રથમ જાહેર શૌચક્રિયા માટેના ખ્યાતનામ સ્થળોએ મનપાએ જનજાગૃતિ અભિયાન હલાવ્યું હતું. લોકોને શુલભ શૌચાલયોને લાભ આપવા સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મનપાની ચેકિંગ સ્કવોડે સંવેદનશીલ સ્થળો પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું હતું. મનપાની જહેમતને મહદઅંશે સફળતા મળી હતી. દરમિયાન મનપાએ માંડાડુંગર વિસ્તારમાં શુલભ શૌચાલયનું બાંધકામ શરૂ કર્યું હતું. પરંતુ, વિસ્તારના લોકોએ બાંધકામ તોડી પાડતા ધરાર શૌચાલય ભેગા કરવાના મનપાના મનસુબા સામે વિઘ્ન ખડું થયું હતું. અંતે, મંગળવારે મનપાએ પોલીસ બંદોબસ્ત હેઠળ બાંધકામનો દોર આગળ ચલાવવો પડ્યો હતો. જો કે, લોકો તો પોતાની જીદ પર હજુ પણ અડગ છે. જોઈએ હવે આગળ-આગળ શું થાય છે?

અન્ય સમાચારો પણ છે...