• Gujarati News
  • National
  • ઇન્ડસ્ટ્રીયલ ફેરમાં અનેક ઉદ્યોગકારો જોડાશે

ઇન્ડસ્ટ્રીયલ ફેરમાં અનેક ઉદ્યોગકારો જોડાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટખાતે આગામી એપ્રિલ મહિનામાં યોજાનારા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેરમાં દેશ-વિદેશના ઉત્પાદનો રજૂ થવાના છે ત્યારે જામનગરના ઉદ્યોગપતિઓ પણ પોતાના ઉત્પાદનને રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સ્તરે રજૂ કરવા ઉત્સુક છે અને ફેરમાં જામનગરના ઉત્પાદનો મોટા પ્રમાણમાં રજૂ કરવા ઉદ્યોગપતિઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ મંત્રી બિપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આગામી તા.26 થી 29 એપ્રિલ સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ચાર દિવસીય ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જાડેજાએ ઉમેર્યું હતું કે, લઘુ ઉદ્યોગ ભારતીના પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતના કાયદેસરના અસ્તિત્વ ધરાવતા ઔદ્યોગિક એસોસિએશનના સભ્યોને ઇન્ડસ્ટ્રિયલ ટ્રેડ ફેરમાં ભાગ લેવા માટે સબસીડી મળી શકે છે.

ટ્રેડફેરમાં ભાગ લેનાર દરેક સભ્યોને 60 ટકા સબસીડી મળશે. સ્ટોલની કિંમત રૂ.5 હજાર તથા ટેક્સ પ્રતિ ચોરસ મીટર અને ભાગ લેતી કંપનીને 60 ટકા પ્રમાણે રૂ.3 હજાર પ્રતિ ચોરસ મીટરની સબસીડી મળવાપાત્ર છે.

શરૂઆતમાં ભાગ લેનાર કંપની રૂ.5 હજાર પ્રતિ ચોરસ મીટર તથા સર્વિસ ટેક્સ પ્રમાણે ચૂકવણી કરવાની રહેશે જેમાંથી સબસીડીની રકમ મેળવવા માટે જરૂરી પુરાવાઓ નિયમાનુસાર બિડાણ કરવાના રહેશે. પ્રતિ એસોસિએશનને સબસીડીની કુલ મહત્તમ રકમ રૂ.7 લાખ મળશે.

લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા રાજકોટમાં આયોજન કરવામાં આવતા જામનગરના ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં રાજકોટમાં યોજાનારા ટ્રેડ ફેરમાં વિદેશના અનેક ઉત્પાદનો રજૂ થશે ત્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓમાં ટ્રેડ ફેરને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા રાજકોટમાં એપ્રિલ મહિનામાં રેસકોર્સના મેદાનમાં ફેર યોજાશે

અન્ય સમાચારો પણ છે...