• Gujarati News
  • National
  • સેનેટમાં વધુ બે ફેકલ્ટી બિનહરીફ

સેનેટમાં વધુ બે ફેકલ્ટી બિનહરીફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

સેનેટનીચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સોમવારે છેલ્લો દિવસ છે ત્યારે રવિવારે વધુ બે ફેકલ્ટી મેડિકલ અને સાયન્સ બિનહરીફ થઇ હોવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું.

સેનેટની ચૂંટણીના ઇન્ચાર્જ પરમારે જણાવ્યું હતું કે અગાઉ 10 ફેકલ્ટી બિનહરીફ ચઇ ચૂકી છે. રવિવારે મેડિકલ અને સાયન્સમાં પણ ચૂંટણી લડવા ઇચ્છતા મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં મેડિકલમાં ડો. કમલ ડોડિયા, ઉમેદ પટેલ અને વિજય પટેલ જ્યારે સાયન્સ ફેકલ્ટીમાં ડો. મેહુલ રૂપાણી, નીકેશ શાહ અને અતુલ પટેલ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા.

હવે આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીની ચૂંટણી યોજાઇ છે કે કેમ તે સોમવારે બપોરે 4 વાગ્યે ખબર પડી જશે.

અન્ય સમાચારો પણ છે...