• Gujarati News
  • National
  • હરિનામ મંડળ દ્વારા પ્રભાતફેરીનાે પાટોત્સવ ઉજવાયો

હરિનામ મંડળ દ્વારા પ્રભાતફેરીનાે પાટોત્સવ ઉજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેમભિક્ષુજીમહારાજ પ્રેરિત હરિનામ સંકીર્તન મંડળ દ્વારા પ્રભાતફેરીના 39મા પાટોત્સવની રવિવારે ઉજવણી કરાઇ હતી. 39 વર્ષથી શહેરના વિવિધ વિસ્તારોમાં સવારે 5.30 કલાકે હરિનામ સાથે પ્રભાતફેરી યોજી ધર્મની ધૂણી ધખાવવામાં આવી રહી છે. દર શનિવારે વિવિધ વિસ્તારોમાંથી તથા દર માસની સુદ-11 ગૌરેશ્વર મંદિરેથી, દર માસની સુદ પૂનમે ન્યાલ ભગત આશ્રમથી, દર માસની વદ 11 પંચનાથ મહાદેવ મંદિરેથી અને દર માસની વદ 30 અમાસે સંકીર્તન મંદિર, કાલાવડ રોડ ખાતેથી પ્રભાતફેરી યોજાય છે. 26 માર્ચના હરિનામ સંકીર્તન મંદિરે સદ્દગુરુ દેવ તથા રામનાથ મહારાજનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન, અર્ચન, અભિષેક કરાયો હતો. દર ગુરુવારે સાંજે 4 થી 6 પ્રેમપરિવારના મહિલા ધૂન મંડળ દ્વારા ધૂન, ભજનની રમઝટ બોલાવાય છે.

અન્ય સમાચારો પણ છે...