• Gujarati News
  • National
  • જળસંકટ ઘેરૂં બનતાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની ધીરજ ખૂટી

જળસંકટ ઘેરૂં બનતાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની ધીરજ ખૂટી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરજિલ્લાના શહેરી વિસ્તારોની સાથેસાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળસંકટ ઘેરૂં બન્યું છે. ઉનાળો આખો પીવાના પાણીની સમસ્યા સામે લોકો ઝઝુમ્યા છે હવે લોકોની ધીરજ ખૂટી છે અને રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. આવું કાંઈક રાણાકંડોરણા ખાતે બન્યું હતું. વિસ્તારને 20-20 દિવસે પાણી વિતરણ થતું હોય જેથી રોષે ભરાયેલી 300 થી પણ વધુ મહિલાઓ રણચંડી બની હતી અને પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે ઉપર ઉતરી આવીને વાહનોના પૈડા થંભાવી દીધા હતા અને 1 કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. જવાબદાર તંત્ર તો ડોકાયું હતું પરંતુ પોલીસે સમજાવટપૂર્વક મામલાને થાળે પડ્યો હતો.

રાણાકંડોરણાના ધાર વિસ્તારમાં 400 જેટલા ખોરડા આવેલા છે અને 1500 જેટલા લોકો વસવાટ કરે છે. આમ તો વિસ્તારમાં ઉનાળાના પ્રારંભેથી પીવાના પાણીની સમસ્યા લોકોને સતાવી રહી છે. ધાર વિસ્તારમાં માત્ર એક ટાંકો આવેલો છે જેમાં પાઈપલાઈન મારફત પાણી ઠાલવવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામપંચાયત દ્વારા નિયમિત પાણી આપવામાં આવતું નહીં હોવાથી વિસ્તારની મહિલાને પાણી ભરવા માટે દૂર-દૂર જવું પડતું હતું.

વીસ-વીસ દિવસથી પાણી નહીં મળતા વિસ્તારની પ્રજા પાણી વિના ટળવળતી હતી. બાબતે જિલ્લા વહીવટીતંત્રને તેમજ ગ્રામપંચાયતના સત્તાવાળાઓને અવારનવાર રજૂઆતો કરી હતી પરંતુ પીવાના પાણીના પ્રશ્ને કોઈ દાદ દેતું હતું.

અંતે રાણાકંડોરણા ધાર વિસ્તારની 300 થી પણ વધુ મહિલાઓની પીવાના પાણીના પ્રશ્ને ધીરજ ખૂટી હતી અને પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે ઉપર ધોમધખતા તાપ વચ્ચે રણચંડી બનીને રસ્તા ઉપર ઉતરી આવી હતી અને રસ્તે જતા વાહનોને અટકાવી દઈને ચક્કાજામ કરી દીધો હતો. રોડની બન્ને સાઈડ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓએ સુત્રોચ્ચારો પણ કર્યા હતા. નેશનલ હાઈવે ઉપર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હોવાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં મહિલાઓ ટસની મસ થતી હતી. અંતે પોલીસે લાઠીચાર્જ કરશું તેવું જણાવતા મહિલાઓ રસ્તા ઉપરથી ઉભી થઈ હતી અને આક્રોશભેર એવું જણાવ્યું હતું કે હજુ પણ બે-ત્રણ દિવસમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરશું.

અન્ય સમાચારો પણ છે...