• Gujarati News
  • National
  • પોલીસે સૌ.યુનિ.નું 400 એકરનું કેમ્પસ ચેક કર્યું

પોલીસે સૌ.યુનિ.નું 400 એકરનું કેમ્પસ ચેક કર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાબસ સ્ટેન્ડમાં 10 તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 20 બોમ્બ મુકવામાં આવ્યા હોવાનો એક પત્ર એસટી ડેપો મેનેજર એન. બી. વરમોળાને પોસ્ટ દ્વારા મળ્યા બાદ પોલીસે એસટી ડેપો તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તસુએ તસુ જમીનનું ચેકિંગ કરવાની ફરજ પડી હતી. પત્ર લખનારે પોતાનું નામ ધીમંત બી. નીમાવત અને પોતે સાયલા ગામમાં દેસાઇ શેરીમાં રહેતો હોવાનું પત્રમાં લખ્યું હતું. પત્ર લખનારે પોતાને ઇન્ડિયન મુઝાહીદિનનો સદસ્ય ગણાવ્યો હતો અને અબ્દુલ જાવેદને જેલમાંથી છોડી નહીં મુકાય તો સમગ્ર ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી. બોગસ પત્રને કારણે પોલીસના જંગી કાફલાને કલાકો સુધી ચેકિંગની કવાયત કરવી પડી હતી. એસટીના નિયામકે અંગે જાણ કર્યા બાદ પોલીસે બપોરે 5 થી 7 સુધી મુસાફરોના સામાન, તમામ બસ તથા એસટી ડેપોનું ડોગ તથા બોમ્બ સ્કવોડને સાથે રાખી ચેકિંગ કર્યું હતું. જો કે ધારણા મુજબ ધમકી પોકળ સાબિત થઇ હતી.

અગાઉ પણ આજ અક્ષરમાં ધમકી પત્ર લખાયા હતા

પોલીસકમિશનર અનુપમસિંઘ ગેહલોતે જણાવ્યું હતું કે, ધમકીપત્ર સાયલાના ધીમંત નીમાવતના નામે લખાયો હતો ધીમંતને સાયલા પોલીસમાં લઇ જઇ તપાસ કરાવાઇ હતી પરંતુ તેના નામનો ઉપયોગ થયાનું અને અગાઉ પણ આવા ધમકી પત્ર સુરેન્દ્રનગરમાં ફેલાવવામાં આવ્યા હતા. આજે મળેલો પત્ર અને સુરેન્દ્રનગરમાં મળેલા પત્રના અક્ષર સરખા હોય તમામ પત્રો એક શખ્સે લખ્યાનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...