• Gujarati News
  • National
  • દર વર્ષે ચોમાસામાં ગાયકવાડી આસપાસના વિસ્તારની સ્થિતિ નર્કાગાર સમાન બની જાય છે

દર વર્ષે ચોમાસામાં ગાયકવાડી આસપાસના વિસ્તારની સ્થિતિ નર્કાગાર સમાન બની જાય છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર વર્ષે ચોમાસામાં ગાયકવાડી આસપાસના વિસ્તારની સ્થિતિ નર્કાગાર સમાન બની જાય છે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટનાગાયકવાડી વિસ્તારમાંથી પસાર થતાં વોંકળામાં એકબાજુ દબાણ અને બીજીબાજુ ગંદકીના ખડકલાથી ચોમાસામાં આસપાસના સંખ્યાબંધ વિસ્તારોમાંની હાલત નર્કાગાર જેવી થઇ જાય છે. દર વર્ષે પ્રજાને ચોમાસાના ચાર મહિના સમસ્યા વચ્ચે જીવવું પડે છે. મનપાની કહેવાતી પ્રી-મોન્સૂન કામગીરીમાં ગાયકવાડીનો વોંકળો માત્ર ચોપડે સાફ થઇ રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં વોંકળા સફાઇ સરખી રીતે થવાથી ભરચોમાસે નર્કાગાર હાલતમાં ફેરવાઇ જાય છે. વોંકળાનું ગંદું પાણી રોડ પર આવી જાય છે. આવી હાલત ગાયકવાડીમાંથી પસાર થતાં વોંકળાની છે. એક તો વિસ્તાર આમેય નીચાણવાળો છે. અધૂરામાં પૂરું છેક ઉપરવાસના વિસ્તારોમાંથી વરસાદી પાણી વોંકળામાં ઠલવાય છે. છેક જામનગર રોડ સાંઢિયાપુલ પાસે હુડકોથી ચાલુ થઇને પરસાણાનગર, હંસરાજનગર થઇને ગાયકવાડીમાંથી પસાર થાય છે. પોણાભાગના વોંકળા પર બાંધકામ ખડકાઇ ગયા છે. જેટલો વોંકળો ખુલ્લો બચ્યો છે પણ ચોમાસા પૂર્વે સરખો સફાઇ થતો નથી. પરિણામે માત્ર બેથી ત્રણ ઇંચ વરસાદમાં વિસ્તાર બેટમાં ફેરવાઇ જાય છે. દર વર્ષે ચોમાસામાં પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવના કારણે ગાયકવાડી વોંકળા આસપાસના વિસ્તારની સ્થિતિ નર્કાગાર સમાન બની જાય છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.

અન્ય સમાચારો પણ છે...