• Gujarati News
  • National
  • 10મા માળની ગેલેરીમાંથી પટકાતાં 7 વર્ષના જીતનું મોત

10મા માળની ગેલેરીમાંથી પટકાતાં 7 વર્ષના જીતનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકના એક પુત્રનાં મોતથી અઢી વર્ષ પહેલા વિધવા થયેલા અર્ચનાબેનનું સર્વસ્વ છીનવાયું

ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ

સાધુવાસવાણી રોડ પર આવેલા પામ સિટી બિલ્ડિંગમાં રહેતા વિધવા મહિલાનો સાત વર્ષનો એકનો એક પુત્ર સોમવારે સાંજે એપાર્ટમેન્ટના દસમા માળની ગેલેરીમાંંથી પટકાતાં બાળકનું સ્થળ પર મોત નીપજ્યું હતું.

સાધુ વાસવાણી રોડ પરના પામ સિટી બિલ્ડિંગના દસમા માળે રહેતો જીત (જસરાજ) બ્રિજેશભાઇ ભટ્ટી (ઉ.વ.7) સોમવારે સાંજે ઘરે હતો ત્યારે દસમા માળની ગેલેરીમાંથી નીચે પટકાયો હતો. માસૂમ દસમા માળેથી નીચે પટકાતા લોકો બહાર દોડી આવ્યા હતા અને જોતાં માસૂમ જીત લોહીના ખાબોચિયાં વચ્ચે પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થથાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી.

પોલીસે ઘટના અંગે તપાસ કરતા અરેરાટીભરી વિગતો બહાર આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જીત એક બહેન ભવ્યા (ઉ.વ.15)નો એકનો એક ભાઇ હતો અને તેના પિતા બ્રિજેશભાઇ ભટ્ટીનું અઢી વર્ષ પહેલા અવસાન થયું હતું. માતા અર્ચનાબેન બંને સંતાનોને ઉછેરતા હતા. વિધવા અર્ચનાબેન એકના એક પુત્ર જીતને જોઇ પોતાના તમામ દુ:ખ ભૂલી જતા હતા કાલે પુત્ર મોટો થઇ જાશે અને સુખ મળશે તેવી આશા વિધવા જિંદગી વીતાવતી હતી. સોમવારે સાંજે અર્ચનાબેન અને તેની પુત્રી ભવ્યા બહાર ગયા હતા ત્યારે જીત ઘરે એકલો હતો અને સાંજે લાઇટ ગૂલ થતાં માસૂમ જીતે ગેલેરીમાંથી ડોકું બહાર કાઢતાં બેલેન્સ ગુમાવ્યું હતું અને નીચે પટકાયો હતો.

વીજળી ગુલ થતાં ગેલેરીમાંથી ડોકું કાઢ્યું, ને નીચે પડી ગયો

અન્ય સમાચારો પણ છે...