• Gujarati News
  • National
  • સ્ટીલ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના નિકાસકર્તાઓની આજે બેઠક

સ્ટીલ-ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના નિકાસકર્તાઓની આજે બેઠક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટીલતથા એલોય ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોડક્ટ ટેપ, કોક, વાલ્વ અને પ્રેશર રીડ્યેસિંગ વાલ્વ જેવી વસ્તુના ઉત્પાદકો તથા નિકાસકારોને આયાત નિકાસનીતિ અંતગર્ત ફોક્સ માર્કેટ પ્રોડક્ટ તરીકેના લાભો આપવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ ન્યૂ દિલ્હી દ્વારા ટ્રેડ નોટિસ બહાર પાડી સ્ટષ્ટતા કરવામાં આવતા ઉપરોકત લાભો ગેરકાયદેસર ગણી 18 ટકાના વ્યાજ સાથે પરત મેળવવા રિજિયોનલ અધિકારીને સૂચના આપી છે. અંતિમ નિર્ણય સુધી રિકવરીની કાર્યવાહી મુલતવી રાખવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે રજૂઆત કરી છે. નિકાસકર્તાઓના પ્રશ્ન અંગે ચર્ચા કરવા 15મી જૂન બુધવારે સાંજે 7 વાગ્યે ગ્રેટર રાજકેાટ ચેમ્બરની ઓફિસ 401 ગોલ્ડન પ્લાઝા, ટાગોર માર્ગ રાજકોટ ખાતે રાખવામાં અાવી છે. બેઠકમાં સ્ટીલ તથા એલોય ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોડક્ટ ટેપ, કોક, વાલ્વ અને પ્રેશર રીડ્યેસિંગ જેવી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગકારો અને આયાત-નિકાસ કરનારાઓ પોતાના ક્ષેત્રના પ્રશ્નના નિરાકરણ માટે ચર્ચા કરશે.

અન્ય સમાચારો પણ છે...