• Gujarati News
  • National
  • ડ્રીમ એજ્યુકેશનના રાજકોટના જૂના કર્મચારીઓનાં નિવેદન લેવાશે

ડ્રીમ એજ્યુકેશનના રાજકોટના જૂના કર્મચારીઓનાં નિવેદન લેવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડ્રીમ એજ્યુકેશનના રાજકોટના જૂના કર્મચારીઓનાં નિવેદન લેવાશે

એજ્યુકેશન રિપોર્ટર.રાજકોટ

જામનગરઅને રાજકોટમાંથી બોગસ ડિગ્રી કૌભાંડ પકડાયા બાદ બી ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. સમીર સારડા અને સ્ટાફે સોમવારે સૂત્રધાર પુષ્કર ઉપાધ્યાયને સાથે રાખી તેની રાજકોટની હેડ ઓફિસમાં દરોડો પાડ્યો હતો અને મહત્ત્વના સંખ્યાબંધ દસ્તાવેજો કબજે કર્યા હતા.

જામનગર જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુલે જણાવ્યું હતું કે કૌભાંડી પિતા,પુત્ર અને પુત્રી દ્વારા ઓરિજિનલ અને ડુપ્લિકેટ બન્ને પ્રકારની ડિગ્રીનું કામ કરવામાં આવતું હતું અને બન્ને જિલ્લામાંથી મોટી સંખ્યામાં ડિગ્રી વાંચ્છુકોને શિકાર બનાવવામાં આવ્યા છે ત્યારે પ્રકરણમાં સંડોવાયેલા અન્ય રાજ્યોના થી સાત એજન્ટોને ઉઠાવી લેવા પણ કવાયત શરૂ કરવામાં આવી છે. કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે દિલ્હીના એજન્ટની સંડોવણી બહાર આવી છે ત્યારે તેને દિલ્હી પોલીસની મદદથી ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. જ્યારે સોમવારે રાજકોટની ઓફિસમાં વાંધાજનક સાહિત્ય કબજે કરાયું છે.પોલીસ ઇન્સ્પેકટર સારડા અને તેની ટીમે ડ્રીમ એજ્યુકેશન રાજકોટની બ્રાન્ચના સ્ટાફની પૂછપરછ કરી પુરાવા એકઠા કરવા કવાયત શરૂ કરી છે.

બોગસ ડિગ્રી કૌભાંડમાં

મહત્ત્વના દસ્તાવેજો મળ્યા

અન્ય સમાચારો પણ છે...