તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માધાપર, વાવડી ડિવિઝનના 400 ડિફોલ્ટરોના કનેક્શન કટ

માધાપર, વાવડી ડિવિઝનના 400 ડિફોલ્ટરોના કનેક્શન કટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીજબિલના નાણાં ભરપાઇ કરવામાં ઠાગાઠૈયા કરતા 540 ગ્રાહકોના કનેક્શન કટ કરી નાખવાનો એસ.ઇ.નો આદેશ

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર. રાજકોટ

રાજકોટશહેરમાં લાંબા સમયથી વીજબિલના બાકી નાણાં ભરવામાં આડોડાઇ કરતા 540 ડિફોલ્ટર વીજ ગ્રાહકોના કનેક્શન કાપી નાખવા પીજીવીસીએલ દ્વારા શનિવારે ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં 150 જેટલા ગ્રાહકોએ બાકી બિલના નાણાં સ્થળ પર ભરી દીધા હતા, જ્યારે 400 જેટલા ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.

પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડના સુપરિટેન્ડન્ટ એક્ઝિક્યૂટિવ એચ.પી. કોઠારીએ જણાવ્યું હતું કે, માધાપર, વાવડી, કોઠારિયા અને આજી સબ ડિવિઝનના 540 જેટલા ગ્રાહકોએ લાંબા સમયથી અંદાજે રૂ.40 લાખની વીજબિલની રકમ ભરી હોવાનું આઇડેન્ટિફાઇ કર્યા બાદ તેમને અંતિમ નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં તેઓએ બિલની રકમ ભરપાઇ કરતા પીજીવીસીએલ દ્વારા શનિવારે ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ પોલીસ અને એક્સ આર્મીમેન તથા એસઆરપીના બંદોબસ્ત સાથે જોડાયા હતા અને વીજ કનેક્શનો કટ કરવાનું શરૂ કરતા અંદાજે 150 જેટલા ગ્રાહકોએ અંદાજે રૂ.15 લાખના બિલની રકમ ભરી દીધી હતી, જ્યારે 400 જેટલા વીજ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા.પીજીવીસીએલની ડ્રાઇવમાં રહેણાક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વીજ કનેક્શનો સમાવેશ થતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...