તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લાખાબાવળમાં વૃદ્ધાની પથ્થરના ઘા ઝીંકી હત્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાખાબાવળમાં વૃદ્ધાની પથ્થરના ઘા ઝીંકી હત્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજકોટબાદ જામનગરમાં સ્ટોનકિલર જેવી ઘટના બની છે. જામનગર નજીકના લાખાબાવળ ગામમાં વૃદ્ધા ગુરુવારે સવારે પણ શાકભાજી વેચવા માટે નીકળેલા હતા મોડી સાંજ સુધી પરત આવેલા માતાની શોધમાં નીકળેલા પુત્રે ગામમાં તમામ સ્થળોએ તપાસ કર્યા બાદ ક્યાય પત્તો લાગ્યો હતો દરમિયાનમાં મહિલાની લાશ સીમ વિસ્તારમાં પડી હોવાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. વૃદ્ધાના માથા પર પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયાનું તપાસમાં ખૂલ્યું હતું.

જામનગર નજીકના લાખાબાવળ ગામમાં રહેતા અને શાકભાજી વેચવાનો વ્યવસાય કરતાં જીલુબેન માંગા નામના 60 વર્ષીય દલિત વૃદ્ધા ગુરુવારે સવારે પણ શાકભાજી વેચવા માટે નીકળ્યા હતા મોડી સાંજ સુધી પરત આવેલા માતાની શોધમાં નીકળેલા તેમના પુત્ર દિનેશે ગામમાં તમામ સ્થળોએ તપાસ કર્યા બાદ ક્યાય પત્તો લાગ્યો હતો.

દરમિયાનમાં કોઈ મહિલાની પથ્થરનો ઘા મારી હત્યા કરાયેલી લાશ સીમ વિસ્તારમાં પડી હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પંચકોશી-બી ડિવિઝનના પીએસઆઇ. જે.એમ.ચાવડા અને તેમનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને મૃતકના પુત્રની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે હત્યારા ઝડપાયા બાદ વૃદ્ધાની હત્યાનું સાચું કારણ બહાર આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.

જામનગરમાં પણ સ્ટોનકિલર જેવી ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો