તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દલિતયુવાને ન્યાય માટે.... પ્રવીણભાઇચાવડા નામના યુવાનની પોલીસે ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતયુવાને ન્યાય માટે.... પ્રવીણભાઇચાવડા નામના યુવાનની પોલીસે ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દલિતયુવાને ન્યાય માટે....

પ્રવીણભાઇચાવડા નામના યુવાનની પોલીસે ધરપકડ કરતા તેના પત્ની મમતાબેને ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. ત્રીજા બનાવમાં જામકંડોરણાના સાતોદડ વાવડી ગામે દલિત અત્યાચારના વિરોધમાં યુવાને ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર અર્થે ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. અંગે પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોરણાના સાતોદડ વાવડી ગામે દલિત અત્યાચાર મામલે લાગી આવતાં નારણ આલા પરમાર (ઉ.40)એ સેલફોસ નામની ઝેરી દવા પી લેતાં 108ની ટીમે તેને સારવાર માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને ગંભીર હાલતમાં ગોંડલ ખસેડાયો છે.

તોફાન: સૌરાષ્ટ્રથીશરૂ થયેલું દલિત આંદોલન પાટનગર સુધી પહોંચ્યું હતું. પાટનગરના ડેપોમાં એક બસને ટોળાએ આગચંપી કરતાં મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી અને દહેશતનો માહોલ પેદા થયો હતો. ગાંધીનગરના અડાલજ ખાતે ગઈ મોડીરાત્રે મુસાફરોથી ભરેલી બસને ટોળાએ આગ ચાંપી દેતાં એક મુસાફર દાઝી ગયો હતો. પાટનગરની નજીક આવેલા કડીમાં બપોરે દલિત સમાજની મૌન રેલી નિકળી હતી. ત્યાર બાદ અચાનક છત્રાલ રોડ અને દેત્રોજ રોડ ઉપર ટોળાઓ ઉતરી આવ્યા હતા અને ત્રણ બસને આંતરીને આગચંપી કરી હતી. ગુરૂવારે લીંબડી નેશનલ હાઈવે પર દલિતો દ્વારા ચક્કાજામ કરવામાં આવતા 10 કિમી લાંબી વાહનોની કતાર લાગી ગઈ હતી. જેના પરિણામે કલાકો સુધી હાઈવે જામ રહ્યો હતો અને વાહનચાલકો ભયભીત બની ગયા હતા. લીંબડીમાં દલિતો દ્વારા સેવાસદન પર પથ્થરમારો કરવામાં આવતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે મહિલાઓ દ્વારા મામલતદાર કચેરીએ વિશાળ સંખ્યામાં કૂચ કરવામાં આવી હતી અને ત્યાર બાદ વિફરેલા ટોળાએ કચેરી ઉપર પથ્થમારો શરૂ કરી દીધો હતો. સુરતમાં પણ દલિતોએ ઉધના રેલવે સ્ટેશને પહોંચી જઈને ટ્રેનના પાટા પર સુઈ જઈ ટ્રેન વ્યવહાર થંભાવી દીધો હતો.

સજ્જડબંધ

દલિતોપર અત્યાચારના વિરોધમાં પાંચમા દિવસે પણ કેશોદ, તાલાલા, ધારી, કુતિયાણા, જેતપુર, જસદણ, ભાયાવદર,વીંછીયા, ધોરાજી, ઉપલેટા, મોરબી, ગોંડલના કેટલાક વિસ્તારો, ધોળકા, લિંબડી, ધ્રાંગધ્રા સજ્જડ બંધ રહ્યા હતા. કેશોદમાં ટોળાને વિખેરવા પોલીસે ટિયરગેસના પાંચ રાઉન્ડ છોડ્યા હતા.

ચક્કાજામ-તોડફોડનીઘટનાઓ

કડીમાંત્રણ બસને આગચંપી, ગાંધીનગર ડેપોમાં આગ, ભાયાવદરમાં ચાર દુકાનોમાં તોડફોડ, રાજકોટમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તોડફોડ, કેશોદમાં ચાર દુકાનેમાં તોડફોડ, ધારી, કડી, લીંબડી નેશનલ હાઈવે, ખંભાળિયા, ધોળકા ખાતે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

દલિતનીચા પીને....

ત્યારે,મોદીજીના કહેવાતા રોલ મોડેલ ગુજરાતમાં ગરીબોની અને દલિતોની શું દશા છે તે સૌ કોઈને સમજાઈ ગયું છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, પીડિત પરિવારના લોકોને મળ્યો ત્યારે તેઓ હજુ પણ ભયથી થરથર કાંપતા હતા. એક યુવાનના પિતાએ કહ્યું હતું કે, અમને હજુ રસ્તો નથી સૂઝતો કે અમારે શું કરવું. અમારા પર દરરોજ અત્યાચાર થાય છે. પોલીસ ફરિયાદ લેતી નથી. પરંતુ, પરિવારોને સાંત્વના અપાઈ હતી કે, હવે તમારી સાથે કોંગ્રેસ છે. હવે તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. રૂપિયા પાંચ લાખની સહાય પણ કરવામાં આવી હતી.

ગુજરાતમાં કમજોર લોકો અને જેઓની પાસે પૈસા નથી તેઓને ડરાવી ધમકાવીને દબાવી દેવામાં આવે છે. ઉદ્યોગ માફિયાઓ સામે કોઈ પડે તો તેઓને પણ ચુપ કરી દેવામાં આવે છે. મોટા સમઢિયાળામાં દલિતો પર થયેલા અત્યાચારનો મુદ્દો અમે દેશભરમાં લઈ જશું અને જીતીશું પણ ખરા.

પીડિતોનેકોંગ્રેસ.....

અનેત્યાર બાદ જાતે બાબુભાઇનાં શર્ટનાં બટન બંધ કર્યા હતા. તેમણે અડધો કલાક સુધી બાબુભાઇનો હાથ પકડી રાખી તેમની દાસ્તાન સાંભળી હતી. પરિવારનાં જીતુભાઇ સરવૈયાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં દલિત સમાજ પર બનેલી ઘટનાની જાણકારી આપી ગૌરક્ષાનાં નામે ચાલતી ગુંડાગિરી અને હપ્તા ઉઘરાવાતા હોવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ચમારનો વ્યવસાય કરતા પરિવારને કહેવાતા ગુંડાઓ દ્વારા સતત બે કલાક સુધી ઢોરમાર મારી અપમાનજનક જીંદગી જીવવા મજબૂર કરાયા હતા. પકડાયેલા શખ્સોનાં લોકો દ્વારા હજુ પણ ધમકીઓ આપી દબાણ કરાતું હોવાનું અને દલિત પરિવારને કોઇ સહાય કે સુવિધા અપાતી હોવાની વીગતો પણ કહી હતી.રાહુલ ગાંધીએ પરિવારની વાત શાંતિપૂર્વક સાંભળ્યા બાદ તેમને થયેલા અન્યાય સામે પુરેપુરો ન્યાય અપાવવા સંસદમાં ઘટનાને રજૂ કરવા ખાત્રી આપી હતી. ઘટનામાં પકડાયેલા અને સંડોવાયેલા આરોપીઓને જેલમાં ધકેલવા કોઈ કચાશ રખાશે નહીં. તેમણે જણાવ્યું કે, ઘટનાની પૂરો વિડીયો તેમણે જોયો છે. જો સીઆઈડીની તપાસમાં સંતોષ નહીં થાય તો સીબીઆઈને સોંપાવીશું. કોંગ્રેસ દ્વારા પીડિત પરિવારોને રૂ.5 લાખની સહાય આપવામાં આવશે એવી પ્રદેશ અધ્યક્ષ ભરત સિંહ સોલંકીએ જાહેરાત કરી હતી.

ન્યાયમાટે સરકાર સામે લડત કરાય, ઝેર પીવાય: રાહુલ

રાજકોટમાંસિવિલ હોસ્પિટલમાં રાહુલે ઝેર પીનારા દલિતોને રાહુલે કહ્યું કે, ‘શા માટે દવા પીધી? ન્યાય માટે સરકાર સામે લડત લડવી જોઈએ. ઝેરી દવા પીવાનું પગલું યોગ્ય નથી. સરકાર એમની છે, તમને ન્યાય અપાવવા અમે સરકાર પર દબાણ લાવીશું.’ રાહુલ ગાંધીએ એક અસરગ્રસ્તનો મોબાઇલ નંબર લીધો અને કહ્યું હતું કે તેઓ બે દિવસ બાદ ફોન કરશે.

અમારેઇન્સાફ જોઇએ

પિડીતપરિવારે રાહુલ ગાંધીને કહ્યું, અમારે જમીન-પૈસા નહીં, ઘટનામાં જે લોકો સંડોવાયેલા છે તેને પકડી સજા કરી ઇન્સાફ અપાવો.

મોદીનાંગુજરાતમાં અમને દબાવવામાં આવે છે

પિડીતપરિવારનાં માતા-પિતાએ રાહુલને કહ્યું હતું કે, અમને રસ્તો બતાવો. મોદીના ગુજરાતમાં અમને મારવામાં અને દબાવવામાં આવે છે. દલિતોને મારવાનો વિડીયો વાઇરલ થયો અને સમગ્ર દેશે જોયો. તેમાં 30 થી 40 લોકોએ દલિતોને માર્યા છે.

તાલાલાઅને માળિયા.....

લોકોનેમાત્ર અવાજની અનુભુતિ થયેલ હતી. ભુકંપની અસર તાલાલા પંથક ઉપરાંત માળિયાહાટીનાનાં ગ્રામ્ય વિસ્તારો સુધી થઇ હતી. મેંદરડામાં પણ સામાન્ય અસર જોવા મળી હતી.

માળિયાનાંજલંધરમાં નાસભાગ મચી

માળિયાનાંજલંધર ગામમાં ભુકંપનો જોરદાર આંચકો અનુભવાયેલ અને અભેરાઇ અને પાણીયારામાં રહેલ વાસણો નીચે પડી ગયા હતાં. લોકો ભયના માર્યા ઘરની બહાર નિકળી ગયા હતાં.

29હજાર ચોરસ....

આગ: દર વર્ષે 30 લાખ હેક્ટર જંગલો બરબાદ

ચાલુવર્ષે શરૂઆતના ચાર મહિનામાં જંગલોમાં આગની 20,667 ઘટનાઓ બહાર આવી છે જે ગત વખતની સરખામણીએ 30 ટકા વધુ છે. 90 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર નુકસાન થાય છે.

દેશમાંદાવાઓ સામે પ્રશ્ન, શું ખરેખર આપણાં જંગલો વધી રહ્યા છેω.

દરબે વર્ષે જારી થતાં સરકારી ફોરેસ્ટ રિપોર્ટ સામે હંમેશ પ્રશ્નો ઊભા થયા છે. 2013ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં 5871 વર્ગ કિમી જંગલો વધી ગયાં છે. તેની સામે બ્રિટિશ અખબાર ગાર્ડિયને પ્રશ્ન ઉઠાવ્યો હતો. 2015ના રિપોર્ટ સામે તમિળનાડુની અન્ના યુનિવર્સિટીના સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ એડેપ્શન રિસર્ચ (સીસીસીઆર)એ જણાવ્યું હતું કે રિપોર્ટમાં જેટલો દાવો કરવામાં આવ્યો છે, તેનાથી અડધા જંગલો વાસ્તવિક સ્વરૂપમાં અસ્તિત્વમાં હોઇ શકે છે. ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિવર્સિટીએ પણ એક રિસર્ચમાં જણાવ્યું છે કે ભારતમાં જંગલો ઝડપથી ઘટી રહ્યાં છે. જોકે, સરકાર 33 ટકા ગ્રીન કવર હાંસલ કરવા માટે 41,000 કરોડ રૂપિયાની યોજના લાવવાની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો