તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેતુફેર થયેલી વધુ 60 મિલકત પકડાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમનપાના ચોપડે રહેણાક બોલતી હોય અને સ્થળ પર કોમર્શિયલ વપરાશ થતી હોય એવી વધુ 60 મિલકત સામાકાંઠાના વિસ્તારોમાંથી પકડાઇ છે. વાણિજ્ય હેતુના મિલકતવેરાની ચોરી કરવા માટે ચાલતું કારસ્તાન ખુલ્લું પડ્યા બાદ મનપાએ તમામ મિલકતધારકોને નોટિસ ફટકારી છે. ઇસ્ટ ઝોન કચેરીની ટેક્સ બ્રાન્ચે ટેક્સ ચોરી કરતી મિલકત પકડવા માટે ઝુંબેશ શરૂ કરી છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ આવી મિલકત પકડાયા બાદ વધુ 85ને રિક્વિઝેશન નોટિસ ફટકારવામાં આવી છે. ઇન્ચાર્જ આસી. કમિશનર વાસંતીબેન પ્રજાપતિ અને આસી. મેનેજર વી.ડી.ઘોણિયાએ જણાવ્યું હતું કે, ભગવતીપરામાં, પેડક રોડ પર, રણછોડનગર, મોરબી રોડ, વર્ધમાન ઇન્ડસ્ટ્રીયલ એરિયા, દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા સહિતના વિસ્તારોમાંથી હેતુફેર થયેલી 60 મિલકત પકડાતા તેના માલિકોને રિક્વિઝેશન નોટિસ ફટકારાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો