તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સૌથી વધુ વૃક્ષારોપણ કરનાર 3 સોસાયટીને મળશે ઇનામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌથી વધુ વૃક્ષારોપણ કરનાર 3 સોસાયટીને મળશે ઇનામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમહાપાલિકા દ્વારા દર વર્ષે તા. 1લી ઓગસ્ટે ઘનિષ્ઠ વૃક્ષારોપણની એક ઝુંબેશ મોટાપાયે શરૂ કરવામાં આવે છે. વખતે મનપાએ વન હાઉસ, વન ટ્રીના નવા કોન્સેપ્ટ હેઠળ અભિયાન શરૂ કરવાની સાથે એક પ્રોત્સાહક યોજના બનાવી છે કે, શ્રેષ્ઠ વૃક્ષારોપણ કરનાર ટોપ-થ્રી સોસાયટીને અનુક્રમે રૂ.2 લાખ, રૂ.1.50 લાખ અને રૂ.1 લાખ રોકડ ઇનામ અપાશે.

રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે જે મુખ્ય 10 લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે પૈકી એક લક્ષ્યાંક પ્રદૂષણ મુક્ત રાજકોટ છે. લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે જે વિવિધ ભાવિ આયોજન કરવામાં આવ્યા છે પૈકી શહેરમાં ગ્રીનકવર વધારવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. મનપા દર તા.1લી ઓગસ્ટથી ઘનિષ્ઠ વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરે છે. ગત સપ્તાહે અભિયાન સંદર્ભે વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળા-કોલેજ, એન.જી.ઓ, અગ્રણીઓ સાથે મિટિંગ મળી હતી. વૃક્ષારોપણ ઝુંબેશ માટે મનપાની ગાર્ડન શાખા દ્વારા વિવિધ પ્રકારના 36 પ્લાન્ટ્સનો સ્ટોક મગાવવામાં આવ્યો છે.

વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે અને લોકભાગીદારીથી અસરકારક રીતે અભિયાન સાર્થક નીવડે એવા આશયથી મનપાએ ઇનામી યોજના બનાવી છે. તેની જાહેરાત કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, સૌથી વધુ વૃક્ષારોપણ અને પ્લાન્ટ્સ ઉગાડાયા બાદ તેનું શ્રેષ્ઠ જતન કરે એવી ટોપ-થ્રી સોસાયટીને અનુક્રમે રૂ.2 લાખ, રૂ.1.50 લાખ અને રૂ.1 લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે.

મનપાએ પ્રોત્સાહન આપવા બનાવેલી યોજના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો