તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દુષ્કર્મ કેસમાં કોર્ટ કર્મચારીની દસ્તાવેજ માગણીની અરજી રદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ કેસમાં કોર્ટ કર્મચારીની દસ્તાવેજ માગણીની અરજી રદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટમાંએક તરુણી પર થયેલા દુષ્કર્મના કેસમાં કોર્ટ કર્મચારીની દસ્તાવેજની માગણીને અદાલતે નકારી કાઢી હતી.

તરુણી ઉપર દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા કોર્ટ કર્મચારી વિજય નટવરલાલ ટાંક દ્વારા ફરિયાદ પક્ષ પાસેથી જરૂરી દસ્તાવેજ પૂરા પાડવાની અરજી અદાલતે નામંજૂર કરી હતી. કેસ પુરાવાના તબક્કે હોવાથી કેસને વિલંબમાં નાખવાના ઇરાદે આરોપીએ જરૂરી દસ્તાવેજ પૂરા પાડવાની અરજી કર્યાની રજૂઆત કરવામાં આવી હતી. સરકારી વકીલ, ફરિયાદીના વકીલ લલિતસિંહ શાહી અને આરોપીના વકીલની દલીલ, રજૂઆત સાંભળ્યા બાદ અદાલત એવા મંતવ્ય ઉપર આવી હતી કે, અરજી કેસને વિલંબમાં નાખવા માટે કરવામાં આવી છે, તેમજ આરોપી કાયદાની જોગવાઇ, પધ્ધતિ મુજબ પણ દસ્તાવેજો મેળવી શકે છે. વધુમાં જે દસ્તાવેજ માગવામાં આવ્યા છે તે અા કેસ સાથે કઇ રીતે સુસંગત છે તે જણાવ્યું હોવાથી અરજી રદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો