તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્વેલરી ઉદ્યોગને સુવિધાઓ આપો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાંરાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સોના, ચાંદી અને ડાયમંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અંગે રાજ્યમાં ચાર સ્થળે જેમ એન્ડ જ્વેલરી તેમજ ગોલ્ડ સિલ્વર ઓર્નામેન્ટ મેન્યુફેક્ચરિંગ પાર્ક રચવા અંગે જાહેરાત કરી હતી. જાહેરાત હેઠળ રાજકોટ ખાતે મેન્યુફેક્ચરિંગ પાર્ક બનાવવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે માગ કરી છે.

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા માનદમંત્રી નલીનભાઇ ઝવેરીએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે સોના, ચાંદી અને ઇમિટેશન દાગીના બનાવવાનું મુખ્યમથક છે, અનેક કારીગરો તથા ઉત્પાદકો વ્યવસાય સાથે સંકળાયેલા છે. રાજકોટ ખાતે ગોલ્ડ સિલ્વર ઓર્નામેન્ટ તથા ઇમિટેશન જ્વેલરી મેન્યુફેક્ચરિંગ પાર્ક બને તો અહિંયા ઉત્પાદિત થતો માલ સમગ્ર દેશ અને વિદેશમાં ખ્યાતિ મેળવી શકે તેમ છે. વહેલી તકે રાજકોટમાં મેન્યુફેક્ચરિંગ પાર્ક બનાવવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો