તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઘરમાં એકલા રહેલા વૃધ્ધાને બાંધી નોકર નેપાળી દંપતીએ લૂંટ ચલાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરમાં એકલા રહેલા વૃધ્ધાને બાંધી નોકર નેપાળી દંપતીએ લૂંટ ચલાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાભદ્ર વિસ્તાર જનતા સોસાયટીમાં રહેતા કોન્ટ્રાક્ટરના મકાનમાં એકલા રહેલા તેમના વૃધ્ધ માતાને બાંધી ઘરમાં કામ કરતા નેપાળી દંપતી સહિત પાંચ શખ્સોએ લૂંટ ચલાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે પાંચેય નેપાળી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ટાગોર રોડ પર એલઆઇસી બિલ્ડિંગની સામે જનતા સોસાયટીમાં રહેતા અને લીમડા ચોકમાં ઓફિસ ધરાવતા મહિપતસિંહ નટવરસિંહ ચુડાસમા (ઉ.વ.44)ના પત્નીનો બુધવારે જન્મ દિવસ હોઇ બુધવારે રાત્રે મહિપતસિંહ પત્ની સહિતના પરિવારજનોને લઇ જીવાપર બેટી ગામ પાસે આવેલા તેમના વિન્ડસર ફાર્મે ગયા હતા. મહિપતસિંહના માતા નંદકુંવરબા (ઉ.વ.78) ઘરે એકલા હતા. ફાર્મહાઉસે જતા પહેલા મહિપતસિંહે તેમના ઘરે બે મહિનાથી કામ કરતા અને ઘરમાં એક ઓરડીમાં રહેતા નારાયણ નેપાળી અને તેની પત્ની દુર્ગાને ઘરનું ધ્યાન રાખવા તાકીદ કરી હતી.

મકાન માલિક સહિતના પરિવારજનો બહાર જતા વૃધ્ધા એકલા ઘરમાં હોવાની જાણ થતા નોકર દંપતીની દાનત બગડી હતી અને તેણે તેના ત્રણ સાગરીત કેલ્વીન ઉર્ફે નરેશ નેપાળી, ચંદ્રેશ બહાદુર નેપાળી અને રાજુ નેપાળીને બોલાવ્યા હતા. પાંચેય શખ્સો રાત્રે 8.30 વાગ્યે ઘરમાં ઘૂસ્યા હતા અને વૃધ્ધા નંદકુંવરબા પાસે રહેલો રૂ.4 હજારની કિંમતનો મોબાઇલ લૂંટી લીધો હતો અને સાથેસાથે વૃધ્ધાને પલંગ સાથે દુપટ્ટાથી બાંધી દીધા હતા. વૃધ્ધાને બાંધી લુટારુઓએ ધમકી આપી હતી કે, ‘કશું બોલતી નહીં નહીંતર તારા હાથપગ ભાંગી નાખીશું’. લુટારુઓની ધમકીથી ગભરાઇ ગયેલા વૃધ્ધા ચુપચાપ બેસી રહ્યા હતા. પાંચેય લુટારુઓએ એક રૂમમાં આવેલી તિજોરી તોડી તેમાં રહેલા રોકડા રૂ.5 હજાર કાઢી લીધા હતા, તેમજ અન્ય સામગ્રી વેરવિખેર કરી અડધો કલાક સુધી ખાંખાંખોળાં કર્યા હતા, પરંંતુ કોઇ કિંમતી વસ્તુ હાથ નહીં આવતા પાંચેય લુટારુઓ નાસી ગયા હતા. લુટારુઓ ભાગી જતા વૃધ્ધા નંદકુંવરબાએ જાતે દુપટ્ટો છોડાવી બહાર નીકળી પાડોશીઓને બોલાવી ઘટના અંગે પોતાના પુત્રને જાણ કરી હતી. પોલીસે કોન્ટ્રાક્ટર મહિપતિસંહ ચુડાસમાની ફરિયાદ પરથી ગુનો નોંધી પાંચેય નેપાળી શખ્સોની શોધખોળ શરૂ કરી હતી.

પરિવારજનો જન્મદિવસની ઉજવણી કરવા ફાર્મહાઉસે ગયા હતા

નેપાળી દંપતીએ લૂંટ કરવા અન્ય ત્રણ સાગરીતોને બોલાવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો