Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુધારાયેલા જીડીસીઆરની અમલવારીમાં રૂડા ઢીલું, મનપામાં પણ ફાઇલના ઢગલા
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ
રાજકોટઅર્બન ઓથોરિટી (રૂડા)ના 2031 સુધીનો માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન અને રૂડા ઉપરાંત મહાપાલિકાને પણ લાગુ પડતાં જીડીસીઆર અને 2031 સુધીનો માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન અમુક સુધારા-વધારા અને વિસંગતતા દૂર કરી તેની તાત્કાલિક અમલવારીનો હુકમ સરકારે કરેલો છે. આમ છતાં રૂડામાં હજુ સુધારાયેલા જીડીસીઆર મુજબ પ્લાન મંજૂર થતા નથી. મહાપાલિકામાં પણ માંડ બે દિવસથી શરૂ કરાયા છે. અમલવારીમાં ઢીલ થતાં બાંધકામના પ્લાનની ફાઇલોના થપ્પા થઇ ગયા છે.
એક તો મહિના જીડીસીઆરના લોચા ચાલ્યા. પછી માંડ કરીને સુધારો આવ્યો. નવા સુધારા મુજબ હવેથી નાના બાંધકામો અને લો-રાઇઝ બાંધકામમાં છૂટછાટ મળી છે. 80 ચો.મી.માં પાર્કિંગ ફરજિયાત નહીં, 250 ચો.મી.ના પ્લોટમાં હવેથી 80-80 ચો.મી.ના સબ પ્લોટિંગ અને 200 ચો.મી. જગ્યામાં પણ લો-રાઇઝને મંજૂરી અપાઈ છે.
અન્ય સુધારામાં રહેણાક બાંધકામની સિક્યોરિટી ડિપોઝિટ 1 ચો.મી.ના રૂ.4 તથા ચકાસણી ફી 1 ચો.મી.ના રૂ.3 તેમજ કોમર્શિયલ બાંધકામમાં ડિપોઝિટ 1 ચો.મી.ના રૂ.8 તથા ચકાસણી ફી 1 ચો.મી.ના રૂ.5 રદ કરાઈ છે. સિટી અને બી (રેલવેટ્રેકથી ઇસ્ટ ઝોનની બોર્ડર વચ્ચેનો વિસ્તાર)માં 100થી 250 ચો.મી.ના પ્લોટમાં પાર્કિંગ ઉપરાંત 4 અથવા 5 માળ સુધીનું બાંધકામ થઇ શકશે. રૂડામાં સબ પ્લોટિંગ મંજૂર થતા હતા, હવેથી 250 ચો.મી.ના પ્લોટમાં પણ 80-80 ચો.મી.ના ત્રણ સબ પ્લોટિંગ થઇ શકશે. 80 ચો.મી.માં હવે પાર્કિંગ ફરજિયાત નથી. 250 ચો.મી. સુધીના પ્લોટમાં આગળના ભાગમાં 1.5 મીટર જગ્યા છોડી પહેલા માળ સુધી ચડવા માટે 1.2 મીટર પહોળાઇની સીડી બનાવી શકાશે. 9 મીટરના રોડ પર હવે 16.5 મીટરની હાઇટ(5 માળ સુધી)ની મંજૂરી મળી શકશે. 80 ચો.મી. સુધીના કોમર્શિયલ બિલ્ડિંગમાં 50 ટકા પાર્કિંગ રાખવામાં નહીં આવે તો ચાલશે. નવા રસ્તા સૂચવતી વખતે કપાતમાં જતી જમીન સામે નાણાકીય વળતરના બદલે હવેથી એફ.એસ.આઇ. અને બિલ્ટઅપ એરિયા અપાશે.150 મીટર સુધીના નાના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ફ્રન્ટ માર્જિન 4.5 મીટર યથાવત્ રાખીને અન્ય માર્જિન 3 મીટરનું કરાયું છે. લે-આઉટ પ્લોટને મુખ્ય ડી.પી./ટી.પી. રોડ પરથી સીધો પ્રવેશ નહીં મળવાની જોગવાઇમાં ફેરફાર કરાયો છે. હવેથી આવા એપ્રોચ કાઢીને પ્રવેશ મળી શકશે.
હું વિદેશ ગયો હતો, હવે પરિપત્ર થયે અમલવારી થશે
^હું અંગત કામ માટે લાંબી રજા પર વિદેશ ગયો હતો. હજુ બુધવારે રાજકોટ આવ્યો છું. મહાપાલિકામાં બે દિવસ પહેલા અમલવારી શરૂ થઇ ચૂકી જાણવા મળ્યું. રૂડામાં પણ જેમ બને તેમ ઝડપથી પરિપત્ર કરીને અમલવારી શરૂ કરી દેવાશે. આર્કિટેક્ટ-બિલ્ડરો હજુ સુધારાયેલા જીડીસીઆરનો અભ્યાસ કરી રહ્યા છે. > ડી.ડી.જાડેજા,સી.ઇ.ઓ.,રૂડા
નવાજીડીસીઆર સામે પણ 26 વાંધા અરજી
માસ્ટરડેવલપમેન્ટ પ્લાન્ટ-2031 અને જીડીસીઆરમાં થયેલા સુધારા સામે પણ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ એસોસિએશન મેદાને પડ્યું છે. હજુ પણ અનેક વિસંગતતાઓ કાઢી છે અને તે સંદર્ભે 26 વાંધા અરજી સરકારમાં કરી છે.