તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શહીદ પોલીસનાં પરિવાર પ્રત્યે સંવેદનાના ઘોડાપૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદ પોલીસનાં પરિવાર પ્રત્યે સંવેદનાના ઘોડાપૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીજીલ્લામાં દલીત આંદોલન દરમીયાન પત્થરમારાથી ઘવાઇને મૃત્યુ પામેલા શહીદ પોલીસકર્મી પંકજ અમરેલીયાના નિવાસસ્થાને દોડી જઇ આજે રેન્જ આઇજી, કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓએ તેમના પરિવારના સાંત્વના પાઠવી હતી. રાજકીય અને સામાજીક આગેવાનો પણ પીડીત પરિવારને સાંત્વના આપવા દોડી આવ્યા હતાં.

અમરેલી જીલ્લાના પોલીસ બેડામાં ભારે લોક ચાહના ધરાવનાર એલસીબીના હેડ કોન્સ્ટેબલ પંકજભાઇ અમરેલીયા મંગળવારે ચિતલ રોડ પર દલીત સમાજની રેલી વખતે ફરજ બજાવતા હતાં. રેલીમાં જોડાયેલા શખ્સો દ્વારા પોલીસ પર બેફામ પત્થરમારો કરવામાં આવતા માથામાં પત્થર વાગવાથી પંકજભાઇને ગંભીર ઇજા થઇ હતી અને બ્રેઇન હેમરેજ થઇ ગયુ હતું. તેમને તાબડતોબ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયા હતાં પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઇ ગયુ હતું.

દરમીયાન આજે રેન્જ આઇજી ઉપરાંત અમરેલી કલેક્ટર દિલીપ રાણા, એસપી જગદિશ પટેલ, ડેપ્યુટી કલેક્ટર જે.કે. ઠેંસીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ મૃતક પંકજ અમરેલીયાના પરિવારને સાંત્વના પાઠવવા તેમના ઘરે દોડી ગયા હતાં. શહેરના રાજકીય અને સામાજીક આગેવાનો અને તેમના બહોળા મિત્રવર્ગે પણ આજે તેમના પરિવારને મળી હૈયાધારણા આપી હતી. બીજી તરફ પ્રાપ્ત વિગત મુજબ, શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ અમરેલી આવી શહીદના પરિવારજનોને મળશે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો