તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તુલસી, લાલ ગુલાબ, સરસ્વતી બ્રાન્ડ સિંગતેલમાં ભેળસેળ નીકળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુલસી, લાલ ગુલાબ, સરસ્વતી બ્રાન્ડ સિંગતેલમાં ભેળસેળ નીકળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનામાર્કેટિંગ યાર્ડમાં મનપાની ફૂડ શાખાએ થોડા દિવસો પહેલા ચેકિંગ કરીને વિવિધ ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતા. પૈકી લાખાણી ટ્રેડર્સ, ભગત ટ્રેડર્સ અને બાલાજી ટ્રેડર્સમાંથી લેવાયેલા તુલસી, લાલ ગુલાબ અને સરસ્વતી બ્રાન્ડ સિંગતેલમાં ભેળસેળ નીકળી છે. ત્રણેય સેમ્પલ ફેલ થતાં મનપાએ પેઢીના માલિક સામે નવા ફૂડ એક્ટ મુજબ કાનૂની પગલાં લેવા તજવીજ હાથ ધરી છે.

મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ અને સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર અમિત પંચાલે માર્કેટિંગ યાર્ડમાં આવેલા ખાદ્યતેલના હોલસેલરોને ત્યાં ચેકિંગનો દોર ચલાવ્યો હતો. પૈકી રાજેશભાઇ લાખાણીના લાખાણી ટ્રેડર્સ નામની પેઢીમાંથી તુલસી બ્રાન્ડ, નિરજભાઇ ભગતના ભગત ટ્રેડર્સની પેઢીમાંથી લાલ ગુલાબ સિંગતેલ અને જીતેન્દ્રભાઇ ચંદારાણાની પેઢી બાલાજી ટ્રેડિંગમાંથી સરસ્વતી સિંગતેલના નમૂના ફેલ થયા છે.

ત્રણેય બ્રાન્ડના સિંગતેલમાં જનઆરોગ્યને નુકસાન થાય એવા પદાર્થની ભેળસેળ થઇ હોવાનું ખુલ્લું પડ્યું છે. ઉક્ત ત્રણેય પેઢીના માલિક સામે નવા ફૂડ એક્ટ મુજબ કોર્ટ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

દરમિયાન મવડી નજીક અંબિકા ટાઉનશિપ પાસે રઘુવંશી માર્કેટિંગમાંથી મોન્ઝિનિસ મુફિસ કેક(ફ્રૂટ), કોઠારિયા રિંગ રોડ પર શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એરિયા-5માં આવેલા વાત્સલ્ય બેરેજિસમાંથી 200 એમએલ ઇન્ડિકા પેકેઝડ ડ્રિન્કિંગ વોટરના પાઉચ, રૈયારોડ પર રઝાનગરમાં આવેલા આકાશ એન્ટરપ્રાઇઝમાંથી એસ.કે.બ્રાન્ડ ગાયના ઘીના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલી અપાયા છે. મનપા દ્વારા આગામી દિવસોમાં પણ ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે.

લાખાણી, ભગત અને બાલાજી ટ્રેડર્સના નમૂના ફેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો