તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વેપારીના 62 હજારના ચેઇનની ચીલઝડપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીના 62 હજારના ચેઇનની ચીલઝડપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંચીલઝડપનો વધુ એક બનાવ બન્યો હતો. મહિલા કોલેજ પાછળના વૈશાલીનગરમાં રહેતા અને ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં પાર્શ્વ ઇન્પેક્સ નામની દુકાન ધરાવતા મયૂરભાઇ નલિનભાઇ મહેતા (ઉ.વ.26) બુધવારે બપોરે પોતાની દુકાન ખોલી રહ્યા હતા ત્યારે પલ્સર બાઇકમાં આશરે 35 થી 40 વર્ષની વયનો શખ્સ આવ્યો હતો. બાઇકમાં નંબર પ્લેટ નહોતી. બાઇકમાં આવેલા શખ્સે મયૂરભાઇ સાથે ‘તમે ક્યાં રહો છો, શું કરો છો’ તેમ કહી વાતચીત શરૂ કરી હતી. મયૂરભાઇ વાતચીતમાં તલ્લીન થતા શખ્સે મયૂરભાઇની ડોક પર ઝોંટ મારી તેમણે પહેરેલો પેન્ડલ સહિતનો રૂ.62 હજારની કિંમતનો સોનાનો ચેઇન આંચકી લીધો હતો. ચીલઝડપ કરી શખ્સ પળવારમાં બાઇકમાં પલાયન થઇ ગયો હતો.

ઘટનાને પગલે મયૂરભાઇએ બૂમાબૂમ કરી હતી પરંતુ લોકો મદદે આવે તે પહેલા ‘સમડી’ નાસી છૂટવામાં સફળ થઇ હતી. પોલીસે મયૂરભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી. વેપારી હજુ દુકાન ખોલી રહ્યા હતા ત્યાં બોણીમાં સમડી ભેટી ગઈ હતી અને ચેઈનની ચીલઝડપ કરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો