ગુમ થયા છે કિરણ પટેલ, શોધી આપો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસએનકેસ્કૂલના સંચાલકોએ કરેલા તોતીંગ ફી વધારાના મુદ્દે છેલ્લા 15 દિવસથી આંદોલન ચલાવી રહેલા વાલીઓએ ગુરુવારે આક્રમક મિજાજનો પરચો આપ્યો હતો અને એસએનકેના માલિક કિરણ પટેલને લાપતા જાહેર કરી \\\"કિરણ પટેલ તમે ક્યાં છો, વાલીઓ તમને શોધે છે.\\\'ના પોસ્ટરો એસએનકે સ્કૂલ ઉપરાંત પંચાયત ચોક અને કોટેચા ચોકમાં આવેલી કિરણ પટેલની અન્ય એક સ્કૂલ પર લગાવીને આકરો વિરોધ નોંધાવ્યો હતો.

ગુરુવારે સવારે વાલી મંડળના સભ્યો એસએનકે સ્કૂલ ખાતે એકઠા થયા હતા. કિરણ પટેલના ફોટાવાળા પોસ્ટરો સ્કૂલની દિવાલો અને કેમ્પસ પર ચિપકાવી દીધા હતા. જોકે સમયે પણ કિરણ પટેલ કે શાળાના કોઇ સંચાલકો ફરક્યા હતા.

ફી વધારાનું આંદોલન દિવસે-દિવસે ઉગ્ર બની રહ્યું છે. આમ છતાં શિક્ષણમંત્રીનું કે રાજકોટના એજ્યુકેશન ઓફિસરનું સહેજે પણ માનતા કિરણ પટેલે ફી વધારાે પાછો ખેચવા કોઇ જાહેરાત કરી નથી કે કોઇ નિર્દેશ પણ આપ્યો નથી. બીજીબાજુ વાલીમંડળ પણ જ્યાં સુધી ફી વધારો પાછો ખેંચાય ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે.

કાર્યક્રમના ભાગરૂપે કિરણ પટેલ લાપતા થઇ ગયા હોવાના પોસ્ટરો છપાવવામાં આવ્યા હતા. કિરણ પટેલ વાલીમંડળની સામે આવે તે માટે સૌ પ્રથમ એસએનકે સ્કૂલના કેમ્પસ પર કિરણ પટેલ લાપતા થયાના અને જો કોઇ તેને શોધીને વાલીમંડળની સામે લાવે તો તે વ્યકિતને યોગ્ય બદલો આપવામાં આવશે તેવા પોસ્ટરો ચિપકાવી દેવામાં આવ્યા હતા.

એસએનકે સ્કૂલ ઉપરાંત પંચાયત ચોકમાં આવેલા યુરિનલ અને કોટેચા ચોકમાં આવેલી કિરણ પટેલની માલિકીની ધુલેશિયા સ્કૂલની કમ્પાઉન્ડ વોલ પર પણ પોસ્ટરો ચોટાડાયા હતા.

એસએનકેના સંચાલકોઅે કરેલા તોતિંગ ફી વધારા મુદ્દે વાલી મંડળે ગુરુવારે આકરો મિજાજ બતાવી કિરણ પટેલ ગુમ થયાના પોસ્ટરો લગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...