• Gujarati News
  • રાજકોટની મહિલા પ્રોફેસરને સુરતમાં સાસરિયાંઓનો ત્રાસ

રાજકોટની મહિલા પ્રોફેસરને સુરતમાં સાસરિયાંઓનો ત્રાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનીગવર્નમેન્ટ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતી મહિલાને સુરતમાં રહેતા સાસરિયાઓ ત્રાસ આપતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટમાં ગુંજાપાર્ક પાસે મોહિની એપાર્ટમેન્ટમાં રહેતા કાજલબેન પટેલના લગ્ન 2001માં અમિતકુમાર બાલુ કાછડિયા સાથે થયા હતા. કાજલ વ્યવસાયે પ્રોફેસર છે. હાલમાં તેઓ રાજકોટની ગવર્નમેન્ટ ઇંજિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છે. લગ્ન થયા તેના થોડા મહિના બાદથી કાજલને પતિ સહિતના સાસરિયાઓ દહેજ માટે શારિરીક-માનસિક ત્રાસ આપતા હતા. છેલ્લા 15 વર્ષમાં થોડા-થોડા સમયના અંતરે અમિતે કાજલબેનના ચેક બુકમાં તેમની બોગસ સહિ કરીને 15.80 લાખ રૂપિયા પોતાના અન્ય સંબંધિઓના સંબંધિઓના ખાતામાં ટ્રાંસફર કરી દીધા હતા. તેમજ કાજલબેનની બોગસ સહી કરીને એચડીએફસીની ચાંદલોડિયા બ્રાંચમાં ખાતુ ખોલીને તેમની પ્રોપર્ટી મોર્ગેજમાં મુકીને 21 લાખ રુપિયાની લોન લઇને તે રકમ સગેવગે કરી નાખી હતી. બાબતે કાજલ પટેલે બુધવારે પતિ અમિત કાછડિયા ઉપરાંત સસરા બાલુ, સાસુ કંચનબેન અને દિયર હાર્દીક( બંને રહે. નીલમણી કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી,મેમનગર,અમદાવાદ) વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.