Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુવાડવામાં પાડોશીઓ બાખડ્યા, ચાર ઘવાયા
કુવાડવામાંલાઇટ કનેક્શન અને કેબલના વાયર પોતાના ઘર નજીકથી પસાર થવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે મારામારી થતાં ચાર ઘવાયા હતા. કુવાડવામાં શક્તિ હોટેલ પાછળના કોળીવાસમાં રહેતા મનજીભાઇ જશુભાઇ કોળી (ઉ.વ.37)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશી મુકેશ ગગજી અઘેરા, કાનજી ગગજી અને ગગજી આંબા અઘેરાનું નામ આપ્યું હતું. મનજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાડોશી મુકેશના ઘરનો વીજ અને કેબલનો વાયર તેમના ઘર પાસેથી પસાર થતો હોય તેને દૂર લેવાનું કહેતા આરોપીઓએ પાઇપથી હુમલો કર્યો હતો મનજીભાઇને બચાવવા દોડેલા દેવજીભાઇને પણ હુમલાખોરોએ મારમાર્યો હતો. સામાપક્ષે મુુકેશભાઇ ગગજીભાઇ કોળી (ઉ.વ.32)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનીષ કેશુ, રાજેશ કેશુ, જગદીશ કેશુ અને દેવજી બાબુના નામ આપ્યા હતા. આરોપીઓએ મુકેશભાઇ અને તેના પિતા ગગજીભાઇને પણ પાઇપથી ફટકારી ખૂનની ધમકી દીધાનું કહ્યું હતું. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.