તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દારૂ ભરેલી કારને રોકવા પોલીસનું રાઉન્ડ ફાયરિંગ, 5.30 લાખનો દારૂ જપ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ભરેલી કારને રોકવા પોલીસનું રાઉન્ડ ફાયરિંગ, 5.30 લાખનો દારૂ જપ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલચોકડી નજીકથી ગુરુવારે પરોઢે પસાર થયેલા આઇસરને પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા આઇસર ચાલકે પોલીસને અડફેટે લેવાની કોશિશ કરી ભાગતાં પોલીસ ટુકડીએ પીછો કરી હવામાં રાઉન્ડ ફાયરિંગ કરતા ચાલક જિલ્લા ગાર્ડન પાસે આઇસરમાંથી કૂદીને નાસી ગયો હતો. આઇસરમાંથી 5.30 લાખનો દારૂ-બિયર મળ્યો હતો.

માલવિયાનગર પોલીસ બુધવારે ગોંડલ રોડ ચોકડીએ વાહન ચેકિંગમાં હતો અને ગુરુવારે વહેલી સવારે આઇસર ધસી આવતા પોલીસે તેને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે આઇસર પોલીસ પર ચડાવવાની કોશિશ કરતા પોલીસ સ્ટાફ દૂર જતા રહેતા ચાલકે આઇસર હંકારી મૂકયું હતું.

ગોંડલ રોડ ચોકડીથી આજીડેમ તરફ ભાગેલા આઇસરનો પોલીસે પીછો શરૂ કર્યો હતો. આઇસર સુધી પોલીસ પહોંચી શકે નહીં તે માટે એક સ્વિફ્ટ કાર સતત વચ્ચે આવતી હતી અને પોલીસની કામગીરીમાં અડચણ કરી રહી હતી. આજીડેમ ચોકડીથી આઇસર દૂધસાગર રોડ, ચુનારાવાડ, રામાનાથપરા થઇ જિલ્લા ગાર્ડન તરફ ભાગ્યું હતું. આઇસરનો પીછો કરી રહેલા પીએસઆઇ હડિયાએ સર્વિસ રિવોલ્વરમાંથી 3 રાઉન્ડ હવામાં અને 3 રાઉન્ડ આઇસર પર ફાયરિંગ કરતા એક ગોળી ટાયરમાં ઘૂસી ગઇ હતી. પોલીસ પહોંચી જાશે તેવું લાગતા જિલ્લા ગાર્ડન પાસે ચાલકે આઇસર ધીમું કર્યું હતું અને કૂદકો મારી આઇસરમાંથી નાસી ગયો હતો. આઇસર નજીકમાં ઊભેલા ટ્રકની પાછળ ઘૂસી જઇ ઊભું રહી ગયું હતું.

આઇસરની તલાશી લેતાં તેમાંથી 113 પેટી દારૂ, 12 પેડી બિયર અને 3 પેટી ચપલા મળી કુલ રૂ.5,30,500નો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ-બિયર અને આઇસર સહિત કુલ રૂ.17,30,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આઇસરના નંબર પરથી પોલીસે તપાસ કરતા આઇસર દૂધની ડેરી પાસે રહેતા અઝરૂદીન મહમદરફીક જાટની માલિકીનું હોવાનું ખુલ્યું હતું. જ્યારે સ્વિફટ કારના ચાલકની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જિલ્લા ગાર્ડન પાસે બંધ ટ્રક પાછળ આઇસર ઘૂસાડી ચાલક નાસી ગયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો