Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચેક રિટર્નમાં વેપારીને 2 વર્ષની સજા, ~ 20 લાખ ચૂકવવા હુકમ
અમરટ્રેડિંગ નામથી પ્લાસ્ટિક બેગ ટ્રેડિંગનું કામ કરતા સમિત હસમુખભાઇ પાંચાણીને અદાલતે રૂ. 20 લાખના ચેક રિટર્ન કેસમાં કસૂરવાર ઠેરવી 2 વર્ષની સજા ફટકારી હતી, તેમજ સજાના હુકમના 60 દિવસની અંદર ફરિયાદીને રૂ. 20 લાખ વળતર પેટે ચૂકવી આપવા અન્યથા વધુ 2 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.
કેસની વિગત મુજબ, અમર ટ્રેડિંગના સંચાલક સમિત પાંચાણીએ પરિચિત કાંતિલાલ બાબુલાલ મકવાણા પાસેથી બે કટકે રૂ. 20 લાખ ઉછીના લીધા હતા. રકમ પેટે સ્ટેમ્પ પેપર ઉપર લેખિત કરાર કરી આપ્યો હતો. રકમ પરત કરવા સમિત પાંચાણીએ આપેલા અલગ અલગ ચેક બેંકમાંથી પરત ફરતા કાંતિલાલે એડવોકેટ જતીન કારિયા મારફત અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવમાં ફરિયાદપક્ષે રજૂ કરેલા લેખિત કરાર, નોટિસના પુરાવા સહિતના દસ્તાવેજો અને વકીલની દલીલ ધ્યાને લઇને અદાલતે આરોપીને દાખલારૂપ સજા થાય અને ફરિયાદીને વળતર મળી રહે હેતુથી સજા અને ચેકની રકમ જેટલી રકમ આરોપીએ ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આવા કેસમાં ફરિયાદીને વળતર મળી રહે તેવો ચુકાદો કોર્ટે આપ્યો હતો અને ચુકવે તો વધુ બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો.
ચેક રિટર્નના કેસમાં 1 વર્ષની સજા, ~ 27,524નો દંડ
માસફાઇનાન્સમાંથી લીધેલી લોનના હપ્તા પેટે આપેલો રૂ. 27,524નો ચેક પરત ફરવાના કેસમાં જગદીશ કાંતિભાઇ ભટ્ટીને અદાલતે દોષિત ઠેરવી 1 વર્ષની સજા અને રૂ. 27,524 દંડનો હુકમ કર્યો હતો. માસ ફાઇનાન્સ વતી એડવોકેટ તુષાર બસલાણી રોકાયા હતા.