તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લિવ ઇન રિલેશનમાં રહેતી મહિલાની હત્યા કરી યુવકે પણ ફાંસો ખાઇ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિવ ઇન રિલેશનમાં રહેતી મહિલાની હત્યા કરી યુવકે પણ ફાંસો ખાઇ લીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાજંક્શન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર લિફ્ટમેન તરીકે ફરજ બજાવતા યુવકે તેની સાથે લિવઇન રિલેશનમાં રહેતી મહિલાને છરીના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ યુવકે પણ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો.

રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર આવેલા લિફ્ટના મેઇન્ટેનન્સ રૂમમાં લિફ્ટમેન રવી ભુદરભાઇ પટેલ (ઉ.વ.33) અને તેની સાથે રહેતી જમુના (ઉ.વ.40)ની લાશ પડી હોવાની ખૂદ રવીના પિતા ભુદરભાઇઅે જાણ કરતા રેલવે પોલીસ સ્ટેશનના પીઆઇ સંગાડા અને લાભુભાઇ આહીર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. રવીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો જ્યારે જમુનાની લાશ નીચે પડી હતી. જમુનાને પડખાના ભાગે છરીના ત્રણ ઘા ઝીંકાયેલા હતા અને લાશની બાજુમાં છરી પણ પડી હતી.

પીઆઇ સંગાડાએ જણાવ્યું હતું કે, રવી પટેલ વર્ષથી કોન્ટ્રાકટમાં લિફ્ટમેન તરીકે નોકરી કરતો હતો અને અગાઉ સફાઇ કામદાર તરીકે કામ કરતી જમુના સાથે તેનો મનમેળ થઇ જતાં બંને મહિનાથી મેઇન્ટેનન્સ રૂમમાં લિવઇન રિલેશનથી રહેતા હતા. હાપા રહેતા ભુદરભાઇ પટેલ બુધવારે બપોરે ટ્રેનથી રાજકોટ રેલવે સ્ટેશને આવ્યા હતા અને મેઇન્ટેનન્સ રૂમ બહારથી બંધ દેખાતા તેઓ એકાદ કલાક સુધી પુત્ર રવી અને તેની સાથે રહેતી જમુનાને રેલવે સ્ટેશન પર શોધતા રહ્યા હતા. એકાદ કલાક પછી પણ પુત્ર નહી દેખાતા ભુદરભાઇ ફરીથી રૂમ પર ગયા હતા અને બંધ રૂમને ધક્કો મારી ખોલતા પુત્ર રવીની લાશ લટકતી નજરે પડી હતી અને જમીન પર જમુનાની હત્યા કરાયેલી લાશ હતી.

બનાવ જાહેર થાય એટલે આપઘાત પૂર્વે રવીએ ફોન કરી પિતાને રાજકોટ આવવા કહ્યું

હત્યાઅને આપઘાતના બનાવની પોલીસને જાણ કરનાર ભુદરભાઇ પટેલે જણાવ્યું હતું કે, મંગળવારે બપોરે રવીએ તેમને ફોન કરીને બુધવારે રાજકોટ આવવા કહ્યું હતું. પુત્રને કંઇક કામ હશે તેમ માની ભુદરભાઇ બુધવારે સાંજે રાજકોટ આવ્યા હતા અને ઘટના પ્રકાશમાં આવી હતી. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, મેઇન્ટેનન્સ રૂમ ઊંચાઇ પર આવેલો હોઇ અને ત્યાં કોઇની અવરજવર હોઇ બનાવ અંગે પરિવારજનોને જાણ થાય તે હેતુથી રવીએ પિતાને ફોન કરી બુધવારે રાજકોટ આવવાનું કહ્યું હશે. તેમજ ફોન કર્યા બાદ મંગળવારે બપોરે જમુનાની હત્યા કરી રવીએ ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાને 24 કલાક વીતી ગયા હોઇ રૂમમાંથી દુર્ગંધ આવતી હતી.

બંનેલોજમાં જમી લેતા

રવીઅને તેની સાથે રહેતી જમુનાની લાશ મેન્ટેનન્સ રૂમમાંથી મળી હતી. નાના એવા રૂમમાં માત્ર રહી શકાય એટલી જગ્યા હોવાથી રવી અને જમુના નજીકમાં આવેલી લોજમાં જમી લેતા હતા. પોલીસે જણાવ્યું હતું કે, જમુનાના અગાઉ કોઇની સાથે લગ્ન થયા હતા, જ્યારે રવી અપરિણીત અને બે ભાઇમાં નાનો હતો.

મંગળવારે સાંજે બનેલી ઘટના છેક બુધવારે રાત્રે પ્રકાશમાં આવી

જંક્શન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1ના લિફ્ટના મેઇન્ટેનન્સ રૂમમાં બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો