તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોંગ્રેસમાં ભડકો : શહેર પ્રમુખ બાવળિયા અને અાગેવાનોની રાજીનામાની ચીમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાં ભડકો : શહેર પ્રમુખ બાવળિયા અને અાગેવાનોની રાજીનામાની ચીમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસમાંઅંદરખાને વકરેલો જૂથવાદ હવે સપાટી પર આવી ગયો છે. જગદીશ ઠાકોરના રાજીનામા બાદ પૂર્વ સાંસદ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોળી સમાજના કદાવર નેતા કુંવરજીભાઇ બાવળિયાએ પણ વિધાનસભાની 2017ની ચૂંટણી અનુલક્ષી વિવિધ જવાબદારી સોંપવામાં કોળી સમાજ, બક્ષીપંચ અને પાટીદારોની અવગણનાથી નારાજગી વ્યક્ત કરી છે. બાવળિયાની બાદબાકીથી નારાજ થયેલા તેમના સમર્થકો, ટેકેદારો,જસદણ-વીંછિયા શહેર, તાલુકાના તમામ હોદ્દેદારો અને વિવિધ સેલના હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામા આપી દેવાની ફરજ પડશે તેમજ આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડશે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીને લેખિતપત્રથી ચેતવણી આપતા કોંંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.

વિધાનસભા-2017ની ચૂંટણી પૂર્વે સોંપાયેલી જવાબદારીઓમાં સૌરાષ્ટ્રના પીઢ નેતાઓની બાદબાકી કરી 1 થી 2 ટકા વસતીનું પ્રતિનિધિત્વ કરતા પ્રદેશના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. કુંવરજીભાઇ બાવળિયાની અવગણનાથી જસદણ-વીંછિયાના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યોની એક ખાનગી મિટિંગ મળી હતી. મિટિંગમાં તમામે સામૂહિક રાજીનામા આપી દેવાનો નિર્ણય કર્યો હતો. જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઇ છાયાણી, જસદણ યુવા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ધાંધલ, માયનોરિટી ડિપાર્ટમેન્ટ સેલના બસિરભાઇ પરમાર, જસદણ શહેર કોંગ્રસ મંત્રી સહિતના આગેવાનો, હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા હતા.

હા, પ્રદેશથી નારાજગી છે : કુંવરજી બાવળિયા

કુંવરજીભાઈએજણાવ્યું હતું કે, પક્ષની સાથે સમાજની જવાબદારી પણ છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજની 70 ટકા વસતી કોંગ્રેસને વફાદાર છે છતાં પ્રદેશમાં સમાજની વાત સંભળાતી નથી. સૌરાષ્ટ્રના 7 ઝોનની 25-26 સીટ માટેની જવાદારીમાં કોળી સમાજ, બક્ષીપંચ અને પાટીદાર સમાજની અવગણનાથી આગેવાનો, સમર્થકો, ટેકેદારોએ નારાજ થઇ રાજીનામાની વાત કરી છે. મેં રાજીનામાની વાત નથી કરી, પણ નારાજગી જરૂર છે. મુદ્દે દરેક સમાજના કોંગ્રેસના આગેવાનો, સમર્થકોને વિશ્વાસમાં લઇને બે-ચાર દિવસમાં નિર્ણય જાહેર કરશું. દિલ્હી જઇને રજૂઆત કરીશ.

જસદણ-વીંછિયાના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા

વિધાનસભા 2017ની ચૂંટણી પૂર્વે જવાબદારી સોંપવામાં કુંવરજી બાવળિયાની બાદબાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો