તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સરગમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ, નાટ્ય શો સહિતનાં આયોજનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરગમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ, નાટ્ય શો સહિતનાં આયોજનો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવરાિત્રમાં ફેશન શો, દાંડિયા રાસના વર્ગ

સરગમક્લબ દ્વારા સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર માસ માટે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષ માફક વર્ષે ગુણવંતભાઇના જન્મદિન 11 સપ્ટેમ્બરે જુદાજુદા 35 જાતના રોગ માટે નિદાન કેમ્પ યોજાશે. કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક ખાતે સવારે 8.30 થી યોજાનારા કેમ્પમાં વિનામૂલ્યે ચેકઅપ, લેબોરેટરી ટેસ્ટ, એક્સ -રે, સોનોગ્રાફી, આંખના ઓપરેશન, નેત્રમણી, ચશ્મા, દવા વિતરણ કરાશે. સિનિયર સિટિઝન માટે નાટ્ય શો, ચિલ્ડ્રન ક્લબના બાળકો માટે ફિલ્મ શો, નવરાત્રિમાં ટ્રેડિશનલ ફેશન શો, દાંડિયા રાસના વર્ગો, નવરાત્રિમાં ફનવર્લ્ડના મેદાનમાં બાળકો માટે 1 થી 9 ઓક્ટોબર કનૈયાનંદ ઉત્સવ, ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં ગોપી રાસોત્સવ, જાહેર જનતા માટે 12, 13, 14 અને 15 અને 15 ઓક્ટોબર ધર્મેન્દ્ર કોલેજના મેદાનમાં હસાયરો, લોકડાયરો, મ્યૂઝિકલ નાઇટ, સંગીત સંધ્યાનું આયોજન કરાયું હોવાનું ગુણુભાઇ ડેલાવાળાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો