તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સૌરાષ્ટ્રને રણજીમાં હોમ પીચનો લાભ નહીં મળે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રને રણજીમાં હોમ પીચનો લાભ નહીં મળે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીસીસીઆઇનાનવા નિર્ણય મુજબ હવે રણજી ટ્રોફી 2016-17માં દરેક ટીમોને ફરજિયાત ન્યૂટ્રલ વેન્યૂ પર મેચ રમવાની રહેશે. જેને પગલે ગત વર્ષની રણજી રનર્સ અપ સૌરાષ્ટ્રને ગત વખતની માફક હોમ પીચનો લાભ નહીં મળે. ગત વર્ષે સૌરાષ્ટ્રની ટીમને ઘરઆંગણાની ટર્નિંગ ટ્રેકનો ભરપૂર ફાયદો મળ્યો હતો અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીથી ટેસ્ટમાં પુનરાગમનની તક મળી હતી. ખેલાડીઓ રણજી ટ્રોફિમાં હોમપીચ પર મેચો રમાવવાને કારણે બહારની પિચો પર રમી શકતા નહીં હોવાની કેટલીક ખામીઓ ભુતકાળમાં બહાર આવી હતી. જેથી હવે કોઇપણ પિચ પર ખેલાડીમાં રમવાનો આત્મવિશ્વાસ જન્મે તે માટે ન્યૂટ્રલ વેન્યુનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

બોર્ડના નવા નિર્ણય મુજબ બી ગ્રૂપમાં રહેલા સાૈરાષ્ટ્રને પોતાની તમામ આઠ મેચ ગુજરાત બહારના મેદાનો પર રમવાની રહેશે. રાજકોટ હવે ટેસ્ટ સેન્ટર બનતા નવેમ્બરમાં ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ રાજકોટમાં રમાશે. જેને ધ્યાને લઇને રાજકોટ ખાતે સીઝનમાં ફક્ત 3 રણજી મેચ ફાળવાઇ છે.

જે અંતર્ગત તા.13 નવે.થી 16 નવે. દરમિયાન બંગાળ વી. તામીલનાડુ, 29 નવે.થી 2 ડિસે. દરમિયાન ઉત્તરપ્રદેશ વી. રેલવે તેમજ 7 ડિસે.થી 10 ડિસે. દરમિયાન પંજાબ વી. મુંબઇ વચ્ચે રમાશે.

ફરજિયાત ન્યૂટ્રલ વેન્યૂ પર મેચ રમાશે

રાજકોટમાં વખતે બેંગાલ,તામિલનાડુ,યુપી,રેલવેઝ,પંજાબ અને મુંબઇની ટીમો રમશે

કઇ ટીમ સામે સ્થળ મેચની તારીખ

1. રાજસ્થાન ચેન્નઇ 6 થી 9 ઓક્ટોબર

2. અોડિસા હૈદરાબાદ 13થી16 ઓક્ટો

3. મહારાષ્ટ્ર વિજયનગર 20થી23 ઓક્ટો.

4.આસામ કોલકાતા 5થી8 નવેમ્બર

5.ઝારખંડ અગરતલા 13થી16 નવેમ્બર

6.વિદર્ભ દિલ્હી(રેલવે) 21થી24 નવેમ્બર

7.કર્ણાટક પટિયાલા 29 નવે.થી 2 ડિસે.

8.દિલ્હી મુંબઇ(સીસીઆઇ) 7થી10 ડિસે.

સૌરાષ્ટ્રની રણજી મેચ મુજબ રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો