તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મકાન પચાવવા વિધવાએ મકાનમાલિકને પતિ ગણાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકાન પચાવવા વિધવાએ મકાનમાલિકને પતિ ગણાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રોહિદાસપરામાંરહેતી વિધવા રેખાબેન ઉર્ફે ચંદ્રિકાબેન રાજેન્દ્રભાઇ દાવડાએ રણછોડનગરમાં ભાડાકરારથી રાખેલું ભાડાનું મકાન પચાવવા પોતે મકાનમાલિકની પત્ની હોવાનું જણાવી મકાન માલિક અને તેની માતા સામે ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. મકાન માલિકે ફરિયાદ રદ કરવા પુરાવા સાથે હાઇકોર્ટમાં અરજી કરતા હાઇકોર્ટે ફરિયાદ રદ કરી હતી.

રેખાબેન દાવડાએ રણછોડનગર -22 માં રહેતા જયેશ લવણપ્રસાદ ગણાત્રાનું મકાન ભાડે રાખ્યું હતું. મકાન ખાલી કરવું પડે માટે રેખાબેને પોતે મકાન માલિક જયેશ ગણાત્રાની પત્ની હોવાનું તેમજ પતિ જયેશભાઇ અને તેની માતા ચંદ્રિકાબેન ગણાત્રાએ દુ:ખ, ત્રાસ આપીને કાઢી મૂક્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જયેશભાઇએ પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં દાખલ કરેલી ક્વોશિંગ પિટિશનમાં રેખાબેન સાથે થયેલા ભાડા કરાર, મકાન ખાલી કરી દેવા વકીલ મારફત અપાયેલી નોટિસ, રેખાના પતિ રાજેન્દ્રભાઇ 5 વર્ષ પહેલાં અવસાન થયું હોવાનો મરણનો દાખલો રજૂ કર્યો હતો. રેખાબેને ક્લેઇમ કેસમાં, પુત્રીની સગાઇમાં, તથા બાઇકના રજિસ્ટ્રેશનમાં પણ પોતાના નામ પાછળ ગુજરનાર પતિ રાજેન્દ્રભાઇનું નામ લખાવ્યું હતું તેના પુરાવા અને કમિશનરને સંબોધીને લખેલા પત્રમાં પોતે જયેશભાઇના મકાનમાં ભાડે રહી વિધવા તરીકે જીવન વ્યતિત કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો તે સહિતના પુરાવાનું મુલ્યાંકન કરીને રેખાબેન ઉર્ફે ચંદ્રિકાબેન રાજેન્દ્રભાઇ દાવડા માત્ર ભાડૂઆત છે અને જયેશભાઇ મકાનમાલિક છે તેવા તારણ પર આવી ફરિયાદ કરવા હુકમ કર્યો હતો.

ભાડુઆતે ‘સાસરિયા’ સામે ત્રાસની ફરિયાદ કરી હતી

મહિલાએ કરેલી ફરિયાદ હાઇકોર્ટે રદ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો