તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મવડી ઝોનના 1.35 લાખ લોકો કાલે તરસ્યા રહેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મવડી ઝોનના 1.35 લાખ લોકો કાલે તરસ્યા રહેશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટમાંચોમાસુ હજુ વિદાય પણ નથી થયું ત્યાં કોઇને કોઇ કારણોસર પાણીકાપનો સિલસિલો ફરી શરૂ થઇ ચૂક્યો છે. તા.9ને શુક્રવારે મવડી ઝોનના ચાર વોર્ડમાં 1 લાખ અને 35 હજારથી વધુ લોકોને તરસ્યા રાખવામાં આવશે. નર્મદા આધારિત હડાળા લાઇનમાંથી પાણી મળવાનું હોય વોર્ડ નં.8, 11(પાર્ટ), 12 અને 13(પાર્ટ)માં પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો હતો.

આવી હાલત શુક્રવારે થવાની છે. રાજકોટ આવતી નર્મદા આધારિત હડાળા લાઇન પર શુક્રવારે વીજપુરવઠો શર્ટડાઉન રહેવાનો હોવાનું કારણ આપીને મહાપાલિકાએ મવડી ઝોનમાં પાણીકાપની જાહેરાત કરી દીધી હતી. મવડીના વોર્ડ નં. 8 અને 12 આખા જ્યારે 11 અને 13(પાર્ટ)માં એક ટીપું પાણી વિતરણ મનપા નહીં કરે. ઉક્ત ચારેય વોર્ડના વિસ્તારમાં અંદાજે 1 લાખ અને 35 હજાર લોકો શુક્રવારે તરસ્યા રહેવાના છે.

અત્યારથી હાલત છે તો વર્ષ આખું કેમ પસાર થશેω એવી ચિંતા લોકોમાં પેસી ગઇ છે. નર્મદા વગર મહાપાલિકાની હાલત પાંગળી બનવા જેવી થઇ જાય છે. નર્મદાનો થોડો એવો જથ્થો પણ ઓછો મળે એટલે પાણીકાપ ઝીંકી દેવામાં આવે છે. ગણેશોત્સવના તહેવાર ટાંણે પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજી અને ન્યારીમાં વર્ષે પાણીની આવક થઇ નથી. એક માત્ર નર્મદાથી ગાડુ રળે છે અને તેમાં ધાંધીયા થાય ત્યારે સમસ્યા સર્જાય છે.

હડાળા લાઇન પર વીજ શટડાઉન કારણભૂત

વોર્ડ નં.8, 11, 12, 13માં વિતરણ નહીં થાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો