તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે શાસ્ત્રીમેદાનથી સેન્ટ્રલ ઝોન સુધી માલધારીઓની રેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે શાસ્ત્રીમેદાનથી સેન્ટ્રલ ઝોન સુધી માલધારીઓની રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટમાંથીરખડતા ઢોરની સમસ્યાને જડમૂળથી કાઢવા માટે મનપા છેલ્લા બે મહિનાથી સપાટો બોલાવી રહી છે. ઢોરને અેનિમલ હોસ્ટેલમાં મુકવાની ફરજ પડે એવી તંત્રની કડક કામગીરી ચાલી રહી છે. બીજીબાજુ માલધારીઓએ એવો આક્ષેપ કર્યો છે કે, તંત્ર દ્વારા આડેધડ રીતે ઢોર પકડવામાં આવી રહ્યા છે. રોષ વ્યક્ત કરવા માટે ગુરુવારે શાસ્ત્રીમેદાનથી મનપા કચેરી સુધી રેલી કાઢવામાં આવશે.

હાલ મનપા દ્વારા ત્રણ શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લે મનપાના સ્ટાફ ઉપર હુમલો થયાની ઉપરઉપરી બે ઘટના બાદ તંત્ર વળતા પ્રહારમાં સપાટો બોલાવી રહી છે. વધારાનો સુરક્ષા બંદોબસ્ત ફાળવીને રોજના 80 થી 100 ઢોર માર્ગો પરથી પકડવામાં આવી રહ્યા છે.

દરમિયાન મનપાની કામગીરી સામે માલધારીઓએ વધુ એકવખત અવાજ ઉઠાવ્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, આખલા પકડવાના નામે નડતરરૂપ હોય તો પણ ઘર પાસે આવીને ગાયને ઉઠાવી જવામાં આવે છે. મનપાની આવી જડનીતિના વિરોધમાં ગુરુવારે શાસ્ત્રીમેદાનથી મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી સુધી રેલી કાઢી બાદમાં મનપા કચેરીમાં સૂત્રોચ્ચાર કરવામાં આવશે.

ઢોર પકડ ઝુંબેશ ઢીલી પાડવા ઢોર માલિકોના હવાતિયાં

આડેધડ રીતે ઢોર પકડવામાં આવતા હોવાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો