તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બાળક પોતાના પતિનું હોવાની મહિલાની જુબાની ખોટી ઠરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળક પોતાના પતિનું હોવાની મહિલાની જુબાની ખોટી ઠરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીરોડપર અમૃતપાર્કમાં રહેતા બેચરભાઇ છગનભાઇ લીંબાસિયાએ તેની સામેના ભરણપોષણના કેસમાં પત્ની રંજનબેન અને તેના સંબંધી રમેશભાઇ મોહનભાઇ પીપળિયા તથા પરસોત્તમ હંસરાજભાઇ લુણાગરિયાએ સત્ય વિગત છુપાવીને કોર્ટમાં સોગંદ ઉપર ખોટો પુરાવો આપ્યો હતો.

ડીએનએ ટેસ્ટમાં રંજનબેનનું સંતાન પતિ બેચરભાઇનું નહીં હોવાનો રિપોર્ટ આવતા કોર્ટ સમક્ષ ખોટી વિગત જાહેર કરવા અંગે રંજનબેન સામે ગુનો નોંધાવવા કોર્ટે આદેશ કર્યો છે.

બેચરભાઇ અને રંજનબેનના લગ્ન 12 વર્ષ પહેલાં થયા હતા. સંતાનમાં એક પુત્ર ઉદય છે. દંપતી વચ્ચે 8 વર્ષથી મનમેળ હોવાથી 3 વર્ષ પહેલાં પુત્રને લઇને પિયર ચાલી ગયેલા રંજનબેને પોતાનું અને પુત્ર ઉદયનું ભરણપોષણ મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.

પત્નીએ કરેલી અરજી સામે બેચરભાઇએ સંતાન ઉદયનું પિતૃત્વ નક્કી કરવા ડી.એન.એ.ટેસ્ટ કરાવવા માટે કોર્ટને અરજી કરી હતી. ડી.એન.એ. ટેસ્ટના રિપોર્ટમાં બાળક ઉદય અરજદાર બેચરભાઇ થકી થયેલું સંતાન નથી તેવો રિપોર્ટ આવતા અદાલતે ભરણપોષણની અરજી રદ કરી હતી.

ભરણપોષણના કેસમાં રંજનબેન બાળકના અસલી પિતા વિશે જાણતા હોવા છતાં ખોટી અરજી કરી પુત્ર ઉદય પતિ બેચરભાઇનું સંતાન હોવાની કોર્ટમાં સોગંદ પર તથા મૌખિક નિવેદન આપ્યું હતું. તેના બન્ને સંબંધીએ પણ ષડયંત્રના ભાગરૂપે કોર્ટમાં ખોટો પુરાવો અાપ્યો હોવાથી બેચરભાઇએ પત્ની સહિત ત્રણેય સામે કાર્યવાહી કરવા એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ મારફત કોર્ટમાં અરજી કરી હતી. વકીલની દલીલ,પુરાવા ધ્યાને લઇને ફેમિલી કોર્ટના રજિસ્ટ્રારે રંજનબેન સામે ફરિયાદ નોંધાવી હતી.

પતિએ બાળકનું ડિએનએ કરાવતાં ભાંડો ફૂટ્યો

પત્ની સામે ગુનો નોંધવા અદાલતનો આદેશ

વિપક્ષ ખોટા નાટક કરે છે, કોઇ કનડગત નથી

^શહેરમાં ગણેશોત્સવ ભાવભેર ઉજવાઇ રહ્યો છે. તેમાં મનપા તરફથી કોઇ હસ્તક્ષેપ પણ થતો નથી. આમ છતાં વિપક્ષ કોંગ્રેસ પ્રજા સમક્ષ જીવતી રહેવાના જે ધમપછાડા કરી રહી છે તેમાં ગણેશોત્સવને લઇને ખોટો ઇશ્યુ ઊભો કરી રહી છે. મીડિયામાં ચમકવા માટેના નાટક છે. > ડો.જૈમન ઉપાધ્યાય , મેયર

ઉત્સવ માટે રસ્તા પર ખાડા ખોદવાના પ્રતિબંધ સામે વિરોધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો