તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રૈયારોડ પરના નવા ઓડિટોરિયમના ડેવલપર્સનું બિલ અંતે અટકાવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૈયારોડ પરના નવા ઓડિટોરિયમના ડેવલપર્સનું બિલ અંતે અટકાવાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટનારૈયારોડ પર બનેલા અદ્યતન એવા ઓડિટોરિયમમાં બેઇઝમેટમાં પાણી ભરાતું હોવાથી પ્રેજેક્ટ પુરો થયા બાદ વધારાનો રૂપિયા 3.35 કરોડનો ખર્ચ મંજૂરીની અપેક્ષાએ બારોબાર કરી નખાયો હતો પરંતુ તે ખર્ચ શંકાસ્પદ જણાતાં બુધવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તે પેમેન્ટ અટકાવી દેવાનો નિર્ણય કરાયો હતો. ભક્તિનગર સર્કલ પાસે આવેલી શેઠ હાઇસ્કૂલના 50 વર્ષ જૂના બિલ્ડિંગનું નવીનીકરણ કરવા સહિતના કામને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે લીલીઝંડી આપી હતી. દરમિયાન આજી રિવરફ્રન્ટના વિસ્થાપિતો માટે અંબિકાટાઉનશિપ નજીક રૂ.72.22 કરોડના ખર્ચે આવાસ યોજના બનાવવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલો નિર્ણય: વધારાના ‌~ 3.35 કરોડનો ખર્ચ શંકાસ્પદ

અંબિકા ટાઉનશીપ પાસે હાઇરાઇઝ આવાસ યોજનાને લીલીઝંડી

રેસકોસમાં આવેલા હોકી મેદાન માટે રોજનું ભાડું રૂ.2 હજાર અને મેઇન્ટેનન્સ ખર્ચ રૂ.2000 નિયત કરાયો હતો. હોકી એસોસિએશનની સહમતી લેવાયા બાદ નિર્ણય કરાયો હતો.

હોકી મેદાનનું ભાડુ એક દિવસનું રૂ.4000

{ રૈયાના કપાતગ્રસ્તોને રૂ.12.12 કરોડની જમીન વળતરમાં અપાશે.

{ રેસકોર્સના એથ્લેટિક ગ્રાઉન્ડ અને ટેનિસ કોર્ટમાં રૂ.6.96 કરોડના ખર્ચે વાઇફાઇ સુવિધા.

{ રેસકોર્સની આર્ટ ગેલેરીનું સંચાલન મિશન સ્માર્ટ સિટી ચેરિટેબલ ટ્રસ્ટને બે વર્ષ માટે સોંપાયું.

{ જિલ્લા ગાર્ડન લાઇબ્રેરી બિલ્ડિંગમાં રૂ.51.70 લાખના ખર્ચે સાધનો વસાવાશે.

{ વોર્ડ નં.6માં ભીમરાવનગર, વોર્ડ નં.10માં નાના મવા ગામની શેરીઓમાં પેવિંગ બ્લોક નખાશે.

{ વોર્ડ નં.5માં રૂ.37.71 લાખના ખર્ચે નવી પાઇપલાઇન મંજૂર.

{ ગોંડલ રોડ પરના ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્કિંની જગ્યામાં તેમજ જ્યુબિલી પાસે નાગરિક બેંકની સામેના ભાગે પે એન્ડ યૂઝ પાર્કિંગ માટે પેવિંગ બ્લોક નખાશે.

{ રેસકોર્સમાં વધુ એક હોકી મેદાન અને બાસ્કેટ બોલ ગ્રાઉન્ડ બનાવવા રૂ.2.49 કરોડ મંજૂર.

{ રૈયા ગામ વિસ્તારમાં રૂ.19.33 લાખના ખર્ચે મેટલિંગ મંજૂર.

મંજૂર થયેલી અન્ય દરખાસ્તો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો