તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બિનખેતી પ્રિમિયમ કેસો થકી ~7.59 કરોડની આવક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિનખેતી-પ્રિમિયમ કેસો થકી ~7.59 કરોડની આવક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટજિલ્લા કલેક્ટર કચેરીમાં બુધવારે બિનખેતી ઓપનહાઉસ યોજાયું હતું જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા બિનખેતી પરવાનગીના 12, બિનખેતી પ્રિમિયમના 26 અને જમીન ફાળવણી/ ભાડાપટાના 17 કેસો મળી કુલ 55 કેસોનો નિકાલ કરાતા રૂપાંતર કર, પ્રિમિયમ પેટે રૂ.7,59,85,820ની સરકારને આવક થઇ હતી.

ઓપનહાઉસ કાર્યક્રમમાં બિનખેતી પરવાનગીના 12 કેસોનો નિકાલ કરી 102919 ચો.મી. જમીન બિનખેતી કરવાનો હુકમ કરી રૂ.18,56,100નું રૂપાંતર કર વસૂલાયો હતો. તેમજ બિનખેતી પ્રિમિયમના 26 પેન્ડિંગ કેસોનો નિકાલ કરી 4,30,159 ચો.મી. જમીનના પ્રિમિયમ પેટે રૂ.5,88,36,139ની વસૂલાત કરાઇ હતી.જ્યારે જમીન ફાળવણી અને ભાડાપટાના 17 કેસોના નિકાલ કરી 1,87,629 ચો.મી. જમીન સરકારી કચેરીઓ અને સંસ્થાને ફાળવણી કરવામાં આવી હતી અને તેની કિંમત પેટે રૂ.1,52,93,581ની સરકારને આવક થઇ હતી.

ઉપરાંત બે સહકારી મંડળીને નવાગઢ અને વાડાડુંગર ખાતે તથા 2 સરકારી કચેરીઓ માટે ફૂલઝર માધ્યમિક શાળા અને જામકંડોરણામાં પુરવઠા ગોડાઉન માટે જમીન ફાળવાઇ હતી. તેમજ બે ટ્રસ્ટને ધાર્મિક હેતુ માટે જમીન ફાળવવામાં આવી હતી.

જમીન ફાળવણીના 17 કેસનો નિકાલ કરાયો

કલેક્ટર કચેરીમાં ઓપનહાઉસ યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો