તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

21 લાખની વીજચોરી ઝડપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ રાજકોટ| ઉદ્દગમસ્કૂલ, મવડી બાયપાસ, નંદનવન-4 ખાતે ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાયું છે. પ્રદૂષણ મુક્ત મૂર્તિના સર્જન હેતુ શાળાના ટીચર પરિતાબેન પંડયા અને કાર્યકર ધર્મેશભાઇએ માટીમાં ગણેશજીની મૂર્તિ બનાવી હતી. દુંદાળા દેવની આરાધનામાં સંચાકલ હર્ષદભાઇ જલુ, જાગૃતિબેન જલુ સર્વે શાળા પરિવાર મોટી સંખ્યામાં જોડાયા છે.

{ રાજકોટ| શિવશક્તિ યુવા ગ્રૂપ દ્વારા 5 થી 15મી સપ્ટેમ્બર જે.કે.ચોક.,આલાપ એવન્યુ પાસે, યુનિવર્સિટી રોડ ખાતે ગણેશ મહોત્સવમાં 8મી સપ્ટેમ્બરના ડાન્સ સ્પર્ધા યોજાશે. આરતી સવારે 7 અને રાતે 8.

{ રાજકોટ| બોલબાલાપરિવાર દ્વારા 5 થી 15મી સપ્ટેમ્બર ત્રણ સ્થળે ગણેશજીનું સ્થાપન કરાયું છે. જેમાં બોલબાલા સંકુલ, 3-મિલપરા મેઇન રોડ, લક્ષ્મીવાડી 9/18 બોલબાલા મંદિર અને મવડી, બાપાસીતારામ ચોક, સોરઠિયા પરિવારની વાડી પાસે, સેવાશ્રમનો સમાવેશ થાય છે. આરતીનો સમય ત્રણે સ્થળે રાતે 8, 7.30 અને 7 કલાકેનો છે. દર્શન, પૂજનનો ભાવિકોએ લાભ લેવો.

{ રાજકોટ| રૈયારોડ, જીવનનગર-4, મહાદેવ ધામમાં જીવનનગર વિકાસ સમિતિ દ્વારા ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બુધવારે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. રાતે 1008 દીપમાળા સાથે મહાઆરતી કરાઇ હતી. ગણેશજીની રંગોળી તૈયાર કરવામાં આવી છે. સમિતિના ઉપપ્રમુખ મુકેશભાઇ પોપટ, ડો.તેજસ ચોક્સીના માર્ગદર્શન હેઠળ વિનોદભાઇ ઉપાધ્યાય, નવીનભાઇ પુરોહિત, ભુપેન્દ્રભાઇ ભટ્ટ, જેન્તીભાઇ જાની વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

{ રાજકોટ| ભક્તિનગરસર્કલ પાસે ધર્મરક્ષક પરિષદ દ્વારા પ્રિન્સ ઓફ કૈલાસ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યોછે. જેમાં દરરોજ સાંજે 7.30 કલાકે મહાઆરતી કરાય છે. પ્રથમ દિવસે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, કૈલાશબેન ભંડેરી, નગર સેવક અનીતાબેન ગોસ્વામી, વોર્ડના પ્રમુખ અનીષ જોષી, કિશોરભાઇ પરમાર, એ.સી.પી.એમ.જે.સોલંકી, ભનુભાઇ ડોબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

{ રાજકોટ| કરણપરાચોક ખાતે વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશિયલ ગ્રૂપ (ભગત ગ્રૂપ) દ્વારા કરણપરા કા દાદા ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. દરરોજ રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને દાદાની આરતી રાતે 8 કલાકે કરાય છે. મહોત્સવ 5 થી 15મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આરતીનો લાભ અનિભાઇ પારેખ, હરેશ જોષી, પ્રવીણ ડોડિયા, જયંત ઠાકર, ગ્રૂપના પ્રમુખ રણજીત ચાવડિયા, પૂજાબેન ચાવડીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, લખનભાઇ સોનૈયા પરિવારે લીધો હતો.

{ રાજકોટ| રેસકોર્સમેદાન, સિધ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ 2016ના નેજા હેઠળ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. ઇન્ચાર્જ ભીખાભાઇ વસોયાના માર્ગદર્શન હેઠળ દરરોજ સાંજે 7 કલાકે મહાઆરતી કરાય છે. પ્રથમ દિવસે અભયભાઇ ભારદ્વાજ, નીરંજનભાઇ દવે, જનાર્દનભાઇ આચાર્ય, પંકજભાઇ દવે, ડો.એન.ડી.શીલુ, નિશિથ ત્રિવેદી, વિવિધ સમાજના અગ્રણી, દર્શનાર્થીઓએ આરતીમાં જોડાઇ દાદાની ભક્તિ કરી હતી.

{ રાજકોટ| 150ફૂટ રિંગ રોડ સ્થિત, પી.વી.મોદી સ્કૂલમાં વિઘ્નહર્તાનું સ્થાપન થયું છે. શાળાના પ્રિન્સિપાલ, ઇન્ચાર્જ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ દ્વારા પૂજન, અર્ચન, આરતી કરવામાં આવી રહી છે.

રાજકોટ| ચંપકનગરસાર્વજનિક ગણેશ મહોત્સવમાં ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન ગુજરાત રાજ્યના મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના હસ્તે 5મી સપ્ટેમ્બરના સ્થાપન કરવામાં આવ્યું હતું. પ્રસંગે મેયર ડો.જૈમીનભાઇ ઉપાધ્યાય, શાસક પક્ષના નેતા અરવિંદભાઇ રૈયાણી, ડે.ક્લેક્ટર ડોબરિયા, નગર સેવક અશ્વિનભાઇ મોલીયા વગેરે હાજર રહ્યા હતા.

{ રાજકોટ| ત્રિકોણબાગ કા રાજા ગણેશ મહોત્સવમાં ગુરુવારે સાંજે 7.30 કલાકે ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા ધૂન, નૃત્ય અને રાત્રે 9 કલાકે આર્ટ ઓફ લિવિંગના સત્સંગ અને ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે. જિમ્મીભાઇ અડવાણીના માર્ગદર્શન હેઠળ સચીન કોટક, હાર્દિક ઝવેરી, આનંદ પાલા, રાહુલભાઇ શાસ્ત્રી, કુમાર ભટ્ટી, હરેશ બોરીચા, ચંદુલાલ પાટડિયા, વિશાલ નૈનુજી, સહકાર આપી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો