• Gujarati News
  • National
  • દર્શકોને હસાવવા જીવ રેડવો પડે છે : જોની લિવર

દર્શકોને હસાવવા જીવ રેડવો પડે છે : જોની લિવર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંકાર્યક્રમ આપવા આવેલા બોલિવૂડના કોમેડી કિંગ અને મિમિક્રી આર્ટિસ્ટ જોની લિવરે જણાવ્યું હતું કે, ફિલ્મોમાં કોમેડી કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. કોમેડી કરવી સરળ નથી. તેના માટે અભિનેતાએ જીવ રેડવો પડે છે.

પત્રકારો સાથે સંવાદ કરતા લોકપ્રિય કલાકારે જણાવ્યું હતું કે, ફિલ્મોમાં કોમેડી સંપૂર્ણપણે દૂર નથી થઇ. તેની સ્ટાઇલ બદલાઇ ગઇ છે. આજે હીરો પણ કોમેડી કરે છે. વિલન પણ કોમેડી કરે છે. જો કે, તેમણે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો કે, ફિલ્મોમાં વાસ્તવિક હાસ્યનું સ્થાન આજે સંવાદો અને મારધાડે લઇ લીધું છે.

દ્વિઅર્થી સંવાદો દ્વારા હાસ્ય નીપજાવવા પ્રત્યે તેમણે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એવા સંવાદોવાળી ફિલ્મો સંસ્કારી પરિવારો પસંદ કરતા નથી. તેમણે ઉમેર્યું હતું કે, મેં ક્યારેય એવો સસ્તો રસ્તો અપનાવ્યો નથી અને ભવિષ્યમાં અપનાવીશ પણ નહીં.

જોની લિવરે અત્યાર સુધીમાં 350 થી વધુ ફિલ્મોમાં અભિનય આપી લોકોને પેટ પકડીને ખડખડાટ હસાવ્યા છે. તેમાંથી શાહરુખખાનની બાજીગર ફિલ્મમાં કરેલી ભૂમિકાને તેઓ શ્રેષ્ઠ માને છે. કુંવારા બાપમાં મહેમુદે ભજવી હતી એવી ભૂમિકા ભજવવાની ઇચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, મારો ડ્રીમરોલ હજુ બાકી છે. જોની લિવર સાથે એમની પુત્રી જેમી પણ રાજકોટ આવી હતી, જેમી પણ ઊભરતી હાસ્ય કલાકાર છે.

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર કોમિડિયન જોની લિવર અને તેની દીકરી જેમી લિવર બુધવારે રાજકોટના મહેમાન બન્યા હતા.

કપિલ શર્માએ હાસ્યને જીવંત બનાવ્યું

જોનીલિવરેજણાવ્યું હતું કે, કપીલ શર્માએ હાસ્યરસને નવજીવન આપ્યું છે. કપીલની કોમેડી ઘરે ઘરે પહોંચે છે. લાખો લોકો શો જોઇને મનોરંજન મેળવે છે. હાસ્યરસને ફરી એક વખત ઘરે-ઘરે પહોંચાડીને કપીલ શર્માએ મોટી સેવા કરી છે.

સ્વપ્ન

અન્ય સમાચારો પણ છે...