• Gujarati News
  • ઓપન હાઉસમાં બિનખેતીના 23 કેસ મંજૂર કરાયા

ઓપન હાઉસમાં બિનખેતીના 23 કેસ મંજૂર કરાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર.રાજકોટ

રાજકોટજિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા બિનખેતીના કેસો અરજદારને હાથોહાથ મળી જાય તે માટે ઓપન હાઉસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજકોટના 8 કેસમાં 30059 ચોમી, ગવરીદળના 1 કેસમાં 12141 ચોમી, ખોખડદળના 2 કેસમાં 18515 ચોમી, જેતપુરના 1 કેસમાં 16591 ચોમી, ધોરાજીના 1 કેસમાં 3237 ચોમી, ઉપલેટાના 4 કેસમાં 26912 ચોમી, વેરાવળના 3 કેસમાં 19324 ચોમી, પારડીના 1 કેસમાં 11129 ચોમી, નવાગઢના 1 કેસમાં 20336 ચોમી, મવડીના 1 કેસમાં 4966 ચોમી મળી કુલ 23 કેસોમાં 163210 ચોમી જમીન બિનખેતી કરવાના હુકમો કરવામાં આવ્યા હતા. જેમાં રહેણાક હેતુના 16, ઓદ્યોગિક હેતુના 6 અને શૈક્ષણિક હેતુના 1 કેસનો સમાવેશ થાય છે.