• Gujarati News
  • National
  • સરહદે ગોળી સામે ગોળીથી જવાબ, ગૃહમંત્રીએ સેનાને આપ્યો આદેશ

સરહદે ગોળી સામે ગોળીથી જવાબ, ગૃહમંત્રીએ સેનાને આપ્યો આદેશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરહદે ગોળી સામે ગોળીથી જવાબ, ગૃહમંત્રીએ સેનાને આપ્યો આદેશ

ગૃહમંત્રીએપાકિસ્તાનદ્વારા સમયાંતરે જે કાંકરીચાળા થઇ રહ્યા છે તેની પાછળ કોંગ્રેસના શાસનની નિષ્ફળતા જવાબદાર ગણાવી હતી. કોંગ્રેસના શાસન વખતે દુશ્મન દેશને જડબાતોડ જવાબ અપાતો હતો. એટલે દુશ્મન દેશને હજુ પણ એમ છે કે, ભારત હાથ પર હાથ ધરીને બેઠું રહેશે. પણ મોદી સરકારનું વલણ સ્પષ્ટ છે. ગોળી સામે ગોળી જવાબ આપવાનો મેં સેનાને આદેશ આપી દીધો છે. કેન્દ્રમાં ભાજપનું શાસન આવ્યા બાદ પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં પાંચ જવાનો શહીદ થયાની ઘટના વખતે મેં ક્ષણે આદેશ આપ્યો હતો.

એરપોર્ટથીલઇને અન્ડરબ્રિજ સુધી કોંગ્રેસનો કાળાવાવટા ફરકાવીને વિરોધ

મોદીએલોકસભાનીચૂંટણી વખતે આપેલા વચનો પૈકી મોટા ભાગના પૂરા કર્યા નથી. મોદી સરકાર નિષ્ફળ નીવડી છે એવા દાવા સાથે કોંગ્રેસ પણ દેખાવો, વિરોધ પ્રદર્શન કરવા મેદાને ઉતરી છે. મોદી સરકારની સિધ્ધિઓ વર્ણવવા રાજકોટ આવેલા રાજનાથસિંહ સામે કોંગ્રેસે કાળાવાવટા ફરકાવ્યા હતા. રાજનાથસિંહ એરપોર્ટથી નીકળ્યા ત્યારે ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરની આગેવાની હેઠળ એરપોર્ટ રોડ ખાતે કાળાવાવટા ફરકાવવામાં આવ્યા હતા, જ્યારે મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાળાવાવટા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે કુલ 19ની અટકાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...