• Gujarati News
  • National
  • વેરાની વસૂલાત માટે પરસાણાનગરમાં 11 મિલકત સીલ

વેરાની વસૂલાત માટે પરસાણાનગરમાં 11 મિલકત સીલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

ટેક્સની વસૂલાત માટે મહાનગરપાલિકાએ સોમવારે 6 ટીમ મેદાનમાં ઉતારી હતી. દિવસ દરમિયાન 11 મિલકતોને સીલ કરવામાં આવી હતી.

વેરા વસૂલાત શાખાની સેન્ટ્રલ ઝોનની બે ટીમે વોર્ડ નં.3માં આવેલા પરસાણાનગરમાં કાવેરી કોમ્પ્લેક્સમાં દુકાન નં. 2,3,5,6,7,8 અને 9ના માલિક ચંપાબેન પરસોત્તમ પરસાણાની મિલકત સીલ કરાઈ હતી. વોર્ડ નં.7માં જવાહર એસ્ટેટના માલિક ભગવાનજી પ્રેમચંદના યુનિટને જપ્તીની નોટિસ આપી હતી. ચાર લાખ વસૂલ્યા હતા. ઇસ્ટ ઝોનની ટીમે વોર્ડ નં.4, 5 અને 6માં રિકવરીની કામગીરી કરી હતી. પારેવડી ચોકમાં આવેલા સદ્દગુરુધામ-એ માં એન.વી. મકવાણાની મિલકત સીલ કરી હતી. વેસ્ટ ઝોનની ટીમે યોગેશ્વર પાર્કમાં મુક્તા ડેવલોપર્સના ભાવિન રાણપરાની મુક્તા કોમ્પ્લેક્સ પ્રથમ અને બીજા મળે આવેલી મિલકત સીલ કરી હતી અને નળ કનેકશન કપાત કર્યું હતું. શિવધામ કોલોની દુકાન નં.6માં મયૂર પટેલની મિલકત અને ઓમનગરમાં ભરત આહીરની મિલકત સીલ કરી હતી. રામપાર્કમાં જાગૃતિ ડોડિયાના મકાનનું નળ કનેકશન કપાત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...