• Gujarati News
  • National
  • રૂપાવટીના શામળાબાપા આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો

રૂપાવટીના શામળાબાપા આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ભાવનગર જિલ્લાના રૂપાવટી ગામ સ્થિત સંત મોહનદાસ બાપા ગુરુ શામળાબાપા આશ્રમમાં 27 અને 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના સંત શામળાબાપા જન્મજયંતી મહોત્સવની ઉજવણી કરાશે. 10 હજાર સ્કવેરફિટનો પીલર વગરનો સત્સંગ હોલ અને ઉતારામ માટે રૂમનું નિર્માણ કરાયું છે. જેનું લોકાર્પણ અને વાસ્તુપૂજા યજ્ઞ પણ આ જન્મ જયંતી મહોત્સવના દરમિયાન પૂર્ણ કરાશે. 108 કૂંડી મહારૂદ્ર યજ્ઞમાં એક હવન કૂંડ પર ત્રણ યજમાન બેસી યજ્ઞ દેવતાને આહુતિ આપશે. 27 અને 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ સવારે 8.30 થી 1 અને બપોરે 3 થી 6.30 મહારૂદ્ર યજ્ઞ કરાશે.

અન્ય સમાચારો પણ છે...