તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવક અને પ્રૌઢે ગળાફાંસો ખાધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આત્મહત્યાનીદરરોજ બનતી ઘટનાઓમાં વધુ બેનો ઉમેરો થયો છે. શહેરમાં જુદા-જુદા બે સ્થળે ફાંસો ખાઇ આપઘાત કરી લેવાના બનાવ બન્યા હતા. સહકાર રોડ પરના શ્રીનગરમાં રહેતા શક્તિસિંહ દોલતસિંહ રાઠોડે (ઉ.વ.32) મંગળવારે રાત્રે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, શક્તિસિંહ કારની કંપનીમાં નોકરી કરતો હતો. યુવાન પુત્રના આપઘાતથી રાઠોડ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે આપઘાતનું કારણ જાણવા તજવીજ શરૂ કરી હતી. બીજા બનાવમાં નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતા ધીરૂભાઇ કેશુભાઇ પરમારે (ઉ.વ.58) બુધવારે સવારે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. પરિવારના મોભીના આપઘાતથી પરમાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો