તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જિલ્લાના 90 હજાર વિદ્યાર્થી આધારકાર્ડથી હજુ પણ વંચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 90 હજાર વિદ્યાર્થી આધારકાર્ડથી હજુ પણ વંચિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટજિલ્લા શિક્ષણાધિકારીએ બુધવારે તાલુકા શિક્ષણાધિકારીઓની બેઠક બોલાવી હતી જેમાં 11 તાલુકાના અંદાજે 90 હજાર વિદ્યાર્થીઓ હજુપણ આધાર કાર્ડથી વંચિત હોય તાલુકાકક્ષાએ એક-એક વધારાની કીટ મુકવાનો નિર્ણય લેવાયો હતો.

ડીઇઓ એમ.એ.હરિયાણીએ જણાવ્યું હતું કે, જિલ્લાના 11 તાલુકાની પ્રાથમિક શાળાના 98000 વિદ્યાર્થીઓના આધાર કાર્ડ કાઢવાની કામગીરી પૂરી થઇ ગઇ છે અને 40 હજાર જેટલા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ કાઢવાના બાકી છે તેવી રીતે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલમાં અભ્યાસ કરતા 50 હજાર જેટલા વિદ્યાર્થીઓના આધારકાર્ડ કાઢવાના બાકી હોય અધિક કલેક્ટર હર્ષદ વોરાએ દરેક તાલુકામાં એક-એક વધારાની કીટ આપવાનો નિર્ણય કર્યો છે. જે કીટ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં જઇ આધારકાર્ડ કાઢવાની કામગીરી કરશે. આધાર કાર્ડની કામગીરી વધુ વેગવંતી કરવા ગુરુવાર સંયોજકોની બેઠક ડીઇઓ કચેરી ખાતે બોલાવવામાં આવી છે.

આરટીઓકચેરીમાં એક કીટ મુકાશે

અધિકકલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે આધારકાર્ડની કામગીરી જેમ બને તેમ જલ્દી પૂરી કરવા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે અને તેના ભાગરૂપે આરટીઓ કચેરીમાં આધાર કાર્ડની એક કીટ મુકવાનો નિર્ણય લેવાયો છે.

તાલુકા મથકે શાળાઓને કિટ અપાશે

98 હજાર વિદ્યાર્થીના આધારકાર્ડ નીકળ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો