તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લોકસંગીત તથા લોકસાહિત્યના બે દિગ્ગજોનું રવિવારે સન્માન કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકસંગીત તથા લોકસાહિત્યના બે દિગ્ગજોનું રવિવારે સન્માન કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા આયોજન

એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

સૌરાષ્ટ્રયુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની દર વર્ષની પરંપરાના ભાગરૂપે રવિવારે કાલાવડ રોડ પર આત્મિય એન્જિનિયરિંગ કોલેજમાં મોરારીબાપુના હસ્તે લોકસાહિત્યકાર શિવદાન ગઢવીને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ-2016 અને સ્વ.લાખાભાઈ ગઢવીને લોકગાયક હેમુગઢવી એવોર્ડ-2016 અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમના ઉદ્દઘાટક તરીકે કેન્દ્રીયમંત્રી પરસોતમભાઈ રૂપાલા અને મુખ્ય મહેમાન તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં મોરારિબાપુના હસ્તે શિવદાન ગઢવીને રૂપિયા એક લાખનો લોકસાહિત્ય એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. બહુચરાજી તાલુકાના શુરપુરા ગામે 1939માં જન્મેલા શિવદાન ગઢવીએ ચારણી સાહિત્યના ગ્રંથો અને લોકસાહિત્યના ગ્રંથોમાં ખૂબ ઉમદા કામ કર્યું છે અને 50 વર્ષથી પણ વધુ સમયથી સાહિત્યક્ષેત્રે સંકળાયેલા શિવદાન ગુજરાત પંચાયતી સેવા પસંદગી બોર્ડના પૂર્વ સચિવ હતા અને અત્યાર સુધીમાં તેમના 34 પુસ્તકો ગુર્જર ગ્રંથ રત્ન દ્વારા પ્રકાશિત થયા છે.

જેમાં ગુજરાત અને રાજસ્થાનની લોકકથાઓ અને ઐતિહાસિક ઘટનાઓ પર 12 પુસ્તકો, ચારણી સાહિત્ય, ચારણ કવિઓના જીવન કવન અને ચારણ આઈના જીવનચરિત્રને લગતા કુલ 13 ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમના ચારણી સાહિત્યના પ્રતિભાશાળી કવિઓને કાકાસાહેબ કાલેલકર પુરસ્કાર મળ્યો છે. તેમજ ખાંભીઅે નમે શીર, ક્રાંતિવીર કેસરીસિંહ, ખાંભીએ જ્યોત ઝળહળે અને ધરાના ખમીરને પુરસ્કાર મળ્યા છે. મોરારિબાપુના ટ્રસ્ટ દ્વારા શિવદાન ગઢવીને કવિશ્રી દુલાકાગ લોકસાહિત્ય એવોર્ડ 2012માં એનાયત કરાયો હતો.

એવી રીતે સ્વ.લાખાભાઈ ગઢવીએ પણ ચારણીછંદ અને લોકગીતોને ગુજરાત તથા ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં પહોંચાડ્યા છે. હેમુ ગઢવી સાથે કાર્યક્રમ આપી ચૂકેલા સ્વ.લાખાભાઈ ગઢવીએ 50 વર્ષથી વધુ સમય સુધી સ્ટેજ પ્રોગ્રામ કરી લોકગાયનને જીવંત રાખ્યું છે.

મોરારિબાપુના હસ્તે એવોર્ડ આપવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો