તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મધ્યાહન ભોજન કેન્દ્રોમાં દર મહિને બે સેમ્પલ લેવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યાહન ભોજન કેન્દ્રોમાં દર મહિને બે સેમ્પલ લેવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાદ્યપદાર્થોના જથ્થાની પણ તપાસ થશે

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

મધ્યાહનભોજન કેન્દ્રોમાં ચાલતી પોલંપોલ બંધ કરવા દર મહિને પ્રાંત અધિકારીઓએ એક અને મામલતદારે બે મધ્યાહન ભોજન કેન્દ્રોમાં ચેકિંગ કરી સેમ્પલ લેવાના આદેશ કરાયો છે. જ્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરુવારે નાયબ મામલતદારો અને સુપરવાઇઝરોની બેઠક બોલાવવામાં આવી છે.

રાજકોટ જિલ્લા મધ્યાહન ભોજન યોજનાના ડેપ્યુટી કલેક્ટર આઇ.વી.દેસાઇએ જણાવ્યું હતું કે,ગુરુવારે બોલાવાયેલી મધ્યાહન ભોજન યોજનાની બેઠકમાં અધિકારીઓએ તાલુકાવાઇઝ ફાળવેલા ગેસ કનેક્શનની વિગતો લાવવાની રહેશે. તેમજ કિચન શેડ અંગેની માહિતી, સરકારની અનાજ, તેલ, કઠોળની ફાળવણી મુજબ તમામ એજન્સીના વપરાશ અને બચત જથ્થાનું પત્રક લાવવા અને અનાજના આવક-જાવકના વિતરણનું પત્રક ગોડાઉન મેનેજરની સહી સાથે લાવવા સૂચના આપવામાં આવી છે. તેમજ વિલેજવાઇઝ બાળકો અને એસએમસી સમિતિના સભ્યોની વિગતો રજૂ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ચાલુ, બંધ અને ચાર્જમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોની માહિતી મગાવવામાં આવી છે. માસ દરમિયાન લેવાયેલા નમૂનાઓની વિગતો કેન્દ્રોના નામ સાથે આપવા સૂચના આપવામાં આવી છે અને હિસાબી વિગતો રજૂ કરવા આદેશ કરાયો છે. તેમજ ગ્રાન્ટની માગણી અને કઇ બાબતનો ખર્ચ કરવાનો બાકી છે, કેટલી રકમની જરૂરિયાત છે સહિતની વિગતો ગ્રાન્ટ માગણી પત્રકમાં રજૂ કરવા જણાવાયું છે.

પ્રાંત અધિકારી, મામલતદારને જવાબદારી સોંપાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો