તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઘૂસણખોરીના ઇરાદે ડેલામાં તોડફોડ, બે ની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘૂસણખોરીના ઇરાદે ડેલામાં તોડફોડ, બે ની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એંસીફૂટ રોડ પર સત્યમપાર્ક નજીક આવેલા ડેલામાં મંગળવારે બે શખ્સોએ તોડફોડ કરી ધમાલ મચાવી હતી. મંગળારોડ પર રહેતા અને સત્યમપાર્કની બાજુમાં સુરેશભાઇ વોરાની જમીનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રાજકરણ નનકાભાઇ કેવટ (ઉ.વ.35) મંગળવારે સાંજે નોકરી પર હતા ત્યારે પ્રમુખરાજ રેસિડેન્સિમાં રહેતો સંજય લાખા હુંબલ અને હરિઓમ સોસાયટીનો રાજુ સુખા ભરવાડ ત્યાં ધસી ગયા હતા અને ઓરડીમાં ઘૂસી જઇ કહ્યું હતું કે, ‘બોલાવ તારા શેઠને’ તેમ કહી ધમાલ મચાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને લોખંડના દરવાજામાં તોડફોડ કરી હતી. બનાવ અંગે રાજકરણ કેવટે જાણ કરતા પોલીસ દોડી ગઇ હતી અને બંનેને દબોચી લીધા હતા. જમીનમાં ઘૂસણખોરીના ઇરાદે ધમાલ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર અાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો