તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાર્થક મૃત્યુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટનીમાત્ર બે વર્ષની બાળકી ત્રીશા મૃત્યુ પામીને પણ અન્યોના જીવનને મહેકતા કરી ગઇ છે. રાજકોટના એક પરિવારની બે વર્ષની બાળકીને રમતાં-રમતાં મોત મળ્યું હતું. ફૂલ જેવી પુત્રીના મોતથી સ્તબ્ધ બની ગયેલા પરિવારજનોઅે સ્થિતિમાં પણ અન્યનો વિચાર કર્યો હતો અને બાળકીના અંગોના દાનનો નિર્ણય કરી બાળકીની બંને કીડની ચાંદખેડાની સાતવર્ષની બાળકીને પ્રત્યાર્પણ કરાવી ઉદાહરણરૂપ દિશાદર્શક બન્યા હતા.

મનહરપ્લોટમાં રહેતી બે વર્ષની ત્રિશા રવીભાઇ ગોસલિયા ગત તા.23ના બપોરે પોતાના ઘરે રમતાં-રમતાં ત્રીજા માળની બારીમાંથી નીચે પટકાઇ હતી. ગંભીર રીતે ઘવાયેલી માસૂમ બાળકીને નજીકમાં આવેલી ગોકુલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. બાળકીના હાથ-પગની મૂવમેન્ટ અટકી ગઇ હતી અને શ્વોસાચ્છવાસમાં પણ તકલીફ હતી. ફરજ પરના ડો.તેજસ મોતીવારસે કેટલાક રિપોર્ટ કરાવ્યા બાદ સ્પષ્ટ થયું હતું કે, ત્રિશાને ખૂબ ગંભીર પ્રકારનું હેમરેજ છે, સોજો પણ હતો અને મગજનું હાડકું મગજમાં બેસી ગયું હતું. ડો.પ્રકાશ મોઢાએ પણ બાળકીને બચાવવા તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ કોઇપણ પ્રકારની સર્જરી થઇ શકે તેમ નહોતી. સાતમના દિવસે સવારે ત્રિશાની હાલત વધુ કથળી હતી અને ‘બ્રેઇનડેડ’ની નજીક પહોંચી ગઇ હતી.

બાળકીને બચાવવા મથી રહેલા હોસ્પિટલના ઉપરોકત તબીબો ઉપરાંત ડો.તેજસ કરમટા, ડો.દિગ્વિજયસિંહ જાડેજા, ડો.પ્રફૂલ ગજ્જર સહિતના ડોકટરોને એવો વિચાર આવ્યો હતો કે બાળકીનું બચવું અસંભવ જેવું છે ત્યારે ત્રિશાના અંગોના દાનથી અન્ય કોઇ બાળકોની જિંદગી બચી શકે, અંગે ગોસલિયા પરિવારને વાત કરવાનો તબીબી ટીમે નિર્ણય કરી બાળકીના પિતા અને કાકા આશિતભાઇ સહિતના પરિવારજનોને ઓર્ગન ડોનેટ કરવા અંગે સમજણ આપી હતી. મહત્તમ કેસમાં આવા દર્દીના પરિવારજનો ઇનકાર કરતા હોય છે, ત્રિશા બે વર્ષની હોઇ તેના પરિવારજનો કોઇપણ સંજોગોમાં વાત સ્વીકારશે તેવી આશા તબીબોને નહોતી પરંતુ ગોસલિયા પરિવારે વાત સાંભળ્યા બાદ એક અવાજે કહ્યું હતું કે, ‘અમે તો અમારું બધું ગુમાવી રહ્યા છીએ, કોઇકનું ફૂલ ખીલે તો એનાથી વિશેષ શું હોઇ શકે’.

ગોસલિયા પરિવારે સહમતી આપતા હોસ્પિટલ તંત્રે બાળકીને બ્રેઇનડેડ જાહેર કરવાની પ્રક્રિયા પૂરી કરી અમદાવાદના ટ્રાન્સપ્લાન્ટ ટીમના ડો.પ્રાંજલ મોદી અને ડો.હિમાંશુને જાણ કરવામાં આવી હતી અને તેમના તરફથી પણ માહિતી આપવામાં આવી હતી કે, ચાંદખેડાની કળશ મોહનસિંહ ચૌહાણ (ઉ.વ.7)ને કિડનીની જરૂરિયાત છે. અમદાવાદથી ઉપરોક્ત તબીબોની ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને ત્રિશાની બંને કીડની તથા બરોડની અને ચક્ષુઓ કાઢી લેવામાં આવ્યા હતા. અમદાવાદની તબીબો બંને કીડની લઇ પરત ફર્યા હતા અને કળશ ચૌહાણને બંને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ડો.પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં ઓર્ગન ડોનેશન અંગે લોકોમાં જાગૃતિ નથી ત્યારે રાજકોટની ત્રિશા ગુજરાતની સૌથી નાની વયની ઓર્ગન ડોનર બનીને એક અનોખો માર્ગ લોકોને ચિંધતી ગઇ હતી.

ત્રિશા સમાજને દિશા દેખાડતી ગઇ

રાજકોટની માત્ર બે વર્ષની બાળકીનંા અંગોનંુ દાન કરાયંુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો